Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી ગુજરાતનાં પાંચ જિલ્લામાં આજથી ચૂંટણી પ્રચાર કરશે

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પણ કાલથી અને ૩૦મી નવેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસમાં છે જે દરમિયાન પાંચ જિલ્લામાં ઝંઝાવતી પ્રચાર કરશે. રોડ શો અને રેલીઓ યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતના જિલ્લા-તાલુકાઓ ઘમરોળી રહ્યા છે. ભાજપના સૌથી મોટા હોટસ્ટાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રચારાર્થે આવતીકાલે આવી રહ્યા છે તો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવતીકાલથી તા.૨૯ અને ૩૦ નવેમ્બર દરમ્યાન બે દિવસની ગુજરાતની ફરી મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળશે, જયાં રાહુલ ગાંધી સોમનાથ મહાદેવના ખાસ દર્શન કરશે અને જોરદાર પ્રચાર કરી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. આ વખતે પણ રાહુલ ગાંધી નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શકયતા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે બપોરે ૧૨-૩૦ વાગ્યે તા.૨૯મી નવેમ્બરે દિવ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે રાહુલ ગાંધી સોમનાથ મંદિરે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ભોળાનાથના આશીર્વાદ મેળવશે. ૧-૩૦ વાગ્યે રાહુલ ગાંધીનું સોમનાથમાં સ્વાગત કરાશે અને બપોરે ૩-૦૦ વાગ્યે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોર્નર મીટીંગ, સાંજે ૪-૩૦ વાગ્યે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રાહુલની સ્થાનિકો સાથે મુલાકાત અને કોર્નર મીટીંગ અને સાંજે ૭-૦૦ વાગ્યે અમરેલીમાં રાહુલ ગાંધી વિશાળ જનસભા સંબોધશે. એ પછી રાત્રિરોકાણ તેઓ અમરેલીમાં જ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, તા.૩૦મી નવેમ્બરે અમરેલીના લાઠીમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા સંબોધશે. ત્યાંથી તેઓ ઢસા પહોંચશે, જયાં તેમનું સ્વાગત થશે. એ પછી રાહુલ ગાંધી ગઢડા પહોંચશે અને ત્યાં દર્શન કરી ત્યાંથી સીધા બોટાદ પહોંચશે. બોટાદમાં તેમનું સ્વાગત થશે અને ત્યાં રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે. બોટાદ બાદ રાહુલ ગાંધી બરવાળા જશે અને ત્યાંથી વલ્લભીપુર પહોંચશે. જયાં રાહુલ ગાંધીનો સ્વાગત કાર્યક્રમ અને સ્થાનિકો સાથે મુલાકાત અને લોક સંવાદનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરના વલ્લભીપુરથી નાની ચોકડી ખાતે રાહુલ ગાંધી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. મોડી સાંજે તેઓ ભાવનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Related posts

દેશ માટે પહેલાથી વધુ મહેનત કરશે : મોદીની લોકોને ખાતરી

aapnugujarat

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેટી બચાવોનો સંદેશ આપ્યો

aapnugujarat

અમદાવાદ હાટ ખાતે ગાંધી શિલ્પ બજાર હસ્તકલા મેળો તા.૧૭મી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે

editor

Leave a Comment

UA-96247877-1