Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેટી બચાવોનો સંદેશ આપ્યો

આજના આધુનિક યુગમાં મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટરના કારણે કઠપૂતળી (પપેટ) સહિતના પરંપરાગત માધ્યમો ભુલાતા જાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના અધિકારી કર્મચારીઓ દ્વારા કઠપૂતળીની વાર્તા દ્વારા બેટી બચાવો બેટી વધાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીસી એન્ડ પીએનડીટી એક્ટ વિશે સમજ આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ દ્વારા આરબીએસકે ટીમ દ્વારા શોધીને હ્રદય રોગ તથા ક્લેફ્ટલીપ ઓપરેશન સફળ રીતે કરાવનાર બે દિકરીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કઠપૂતળીની વાર્તા સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં તાલીમ મેળવનાર નીલકંઠ વાસુકિયા, ડો.સંગીતા પટણી, ડો.ધારા સુપેડા, ડો.ઉર્વિ ઝાલા, જયેશ પાવરા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડીઆઇઇસીઓ વિજય પંડિત, ડો.સંગીતા મીર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય કાર્યકરની ગૃહ મુલાકાત કે ફળીયા મીટીંગમાં કઠપૂતળી સાથે સંવાદની રીત ખૂબ જ રસદાયક અને અસરકારક છે. આરોગ્ય વિષેની સરળ કે કઠીન માહિતી કઠપૂતળીની વાર્તા દ્વારા લોકોને સારી રીતે જલદીથી સમજાવી શકાય છે. સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં તાલીમ મેળવ્યા પછી વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ હસ્તકના આરોગ્ય કાર્યકર દ્વારા કઠપૂતળીનો સંપર્ક તથા સંવાદ માટેના અસરકારક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ / તસવીર :- વંદના વાસુકિયા

Related posts

ગુજરાતના દરિયા કિનારા ઉપર ૨૪ કલાક પેટ્રોલિંગ

aapnugujarat

હાર્દિક પટેલ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ પોતાનું આંદોલન ચલાવશે

aapnugujarat

सुरेन्द्रनगर की महिला की संदिग्ध कांगो बुखार से मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1