Aapnu Gujarat
Uncategorized

બાપા સીતારામ મંડળનાં સભ્યો સોમનાથ મંદિરનાં પરિસરની સાફ-સફાઈમાં લાગ્યાં

બાપા સીતારામ મંડળ – અમદાવાદનું એક એવું મંડળ છે જેનો નિત્યક્રમ છેલ્લાં સાત વર્ષથી શ્રાવણ પૂર્વે તીર્થધામને શ્રમયજ્ઞ કરી સ્વચ્છતા કરતાં હોય છે જેમાં અમદાવાદથી સ્વયંસેવકો સાથે સોમનાથ પહોંચી સફાઈનાં તમામ સાધનો સાથે યાત્રાધામોને સ્વચ્છ કરી ધન્યતાની અનુભુતિ કરે છે. બીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, ધ્વજારોહણ, પ્રસાદ થાળ તૈયાર કરી મહાદેવને અર્પણ કરી સૌ પ્રસાદ લઈ સૌ લોકો અમદાવાદ પરત ફરે છે.
બાપા સીતારામ મંડળે સતત ૮માં વર્ષે પણ આ ક્રમ જાળવી રાખેલ છે. આ વખતે તેઓ ૩૦૦થી પણ વધુ સ્વયંસેવક ભાઈ-બહેન સાથે સફાઈની સામગ્રી સાથે આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટનાં શ્રી સોમનાથ મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ, ત્રિવેણી સંગમ, શ્રી રામ મંદિર, શ્રી ભાલકા તીર્થ, શ્રી શશીભુષણ મહાદેવ, પ્રાચીતીર્થ, ગૌશાળા સહિતનાં પ્રીમાઈસીસ સાફ-સફાઈ કરી સ્વચ્છતા આંખે વળગે તે પ્રકારે કરેલી હતી. બાપા સીતારામ મંડળના હરેશ સોનીનાં જણાવ્યા મુજબ શ્રી સોમનાથ દાદા વર્ષો સુધી તેમની સેવામાં અવિરત આવતાં રહીએ તેવી શક્તિ આપે એ પ્રાર્થના કરેલ હતી.

Related posts

ऑटोमोबाइल पर जीएसटी कटौती का प्रस्ताव रखने सरकार तैयार

aapnugujarat

સાવરકુંડલા ન.પા.માં ભડકોઃ ભાજપના ૪ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા

aapnugujarat

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત કડીયા સમાજનુ સંમેલન યોજાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1