Aapnu Gujarat
ગુજરાત

દેશ માટે પહેલાથી વધુ મહેનત કરશે : મોદીની લોકોને ખાતરી

ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે મહેસાણા જિલ્લા સ્થિત પોતાના માદરે વતન વડનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વડાપ્રધાન વડનગરમાં હેલીપેડ પર હવાઈદળના વિમાન મારફતે પહોંચ્યા હતા. વડનગરમાં જુદા જુદા કાર્યક્રમ ત્યારબાદ તેમના શરૂ થયા હતા. મોદીએ વડનગરમાં મેડિકલ કોલેજનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યારબાદ વડનગરમાં મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરાવી હતી. આ ગાળા દરમિયાન મોદીએ વિશાળ જનસભાને પણ સંબોધી હતી જેમાં મોદીએ પોતાની વિકાસ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે હાલમાં હાથ ધરવામાં આવી રહેલા વિકાસ કાર્યોના કારણે થનાર ફાયદાઓ અંગે પણ વાત કરી હતી. મોદીએ પોતાના ભાષણની શરૂઆત પૂર્વ સેના અધ્યક્ષ જનરલ પરિઅપ્પાને યાદ કરીને કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, વડનગરની પુરાતત્વીય વિરાસતને વિકસાવીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવાશે. કેન્દ્ર સરકારે હેલ્થ પોલિસી બનાવીને આગળ વધવાની તૈયારી કરી છે. મિશન ઇન્દ્રધનુષ સઘન રસીકરણ યોજના દ્વારા દેશના તમામ બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવામાં આવશે. મોદીએ એમ પણ કહ્યું હતુ ંકે, દેશમાં ચાર લોકસભા બેઠક વિસ્તાર વચ્ચે એક મેડિકલ કોલેજ સ્થાપિત થાય તેવું આયોજન નવી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રોફેસર માટે આ વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએશનની ૬૦૦૦ બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. શર્મિષ્ઠા તળાવ વડનગરના આત્મા તરીકે છે તેના ઉપર હેંગિંગ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. મોદીના હસ્તે વડનગર મેડિકલ કોલેજ, હિંમતનગર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈએમ ટેકો એપ્લિકેશન અને ટેબલેટનું ફિમેલ હેલ્થવર્ક્સને વિતરણ કરવાના કાર્યક્રમ પણ યોજાયા હતા. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ માદરે વતન વડનગર પહોંચ્યા બાદ મોદીએ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરી મોદીએ કહ્યું હતું કે, વડનગર વાસીઓએ તેમને અપાર પ્રેમ આપ્યો છે. માથું ઝુકાવીને તેમને અને વડનગરની ધરતીને નમન કરું છું. વતનની નવી ઉર્જા લઇને પહેલા કરતા પણ વધુ મહેનત, વધુ પુરુષાર્થ કરીને દેશના વિકાસ માટે કોઇ કમી ન રાખવાની ખાતરી ઉપસ્થિત લોકોને મોદીએ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પુરાતત્વીય ઐતિહાસિક નગરી એક વિરાસત તરીકે છે. વાજપેયીના શાસનકાળ બાદ ૧૫ વર્ષ પછી કેન્દ્ર સરકારે હેલ્થ પોલિસી બનાવી છે. વડનગર ખાતે મેડિકલ કોલેજના લોકાર્પણ પ્રસંગે તેમણે આ મુજબની વાત કરી હતી. મેડિકલ કોલેજના ઉત્તમ ડોક્ટરો તૈયાર કરવા ઉત્તમ પ્રોફેસરની પણ જરૂર પડે છે. મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ પ્રોફેસરો ઉપલબ્ધ બને તે માટે પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠકોમાં ૬૦૦૦નો વધારો કરીને દેશની મેડિકલ કોલેજોને શ્રેષ્ઠ પ્રોફેસરો આપવાનો પ્રયાસ આ સરકારે કર્યો છે. ૫૦૦ કરોડના ખર્ચે તૈયાર મેડિકલ કોલેજ તથા હિંમતનગર હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, આરોગ્યની ગેરંટી માટે સ્વચ્છતા જરૂરી છે. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતે જનઆંદોલન દ્વારા ખુલ્લામાં શૌચમુક્તિના શ્રેષ્ઠ પરિણામો હાસલ કર્યા છે. રસીકરણના અગત્યના કાર્યક્રમો પહેલા સરકારી ઢબે ચાલતા હતા પરંતુ હવે આમા ચિત્ર બદલાઈ ગયું છે. આ ઓરોગ્ય અભિયાનને પોતાના કાર્યક્રમ તરીકે લોકો સ્વિકારી ચુક્યા છે. મોદીએ કહ્યું હતું કે, દેશના તબીબોને તેઓ કહેવા માંગે છે કે, દર માસની નવમી તારીખે ગરીબ પ્રસુતા માતાઓને ફ્રી સેવા આપીને ૮૫ લાખ મહિલાઓને મફત દવા અને તબીબી સારવાર આપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આના લીધે માતા અને બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. મોદીના હસ્તે બાળકને રસીકરણનો ડોઝ પીવડાવીને મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્દ્રધનુષ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર બાળકોને શોધી શોધીને વંચિત રહી ગયેલાઓને રસી આપશે. છેલ્લા ૧૦ વર્ષમાં એવી સરકાર હતી જેને વિકાસને લઇને નફરત હતી. અટલ બિહારી વાજપેયીની સરકાર આવ્યા બાદ હેલ્થ પોલિસી બનાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૦ વર્ષ સુધી એવી સરકાર આવી હતી જે બિલકુલ નિષ્ક્રિય હતી. આજ કારણસર નવી હેલ્થ પોલિસી બનાવવાની ફરજ પડી છે. અમારા દેશમાં હાર્ટ સાથે સંબંધિત રોગના દર્દીઓને પહેલા સ્ટેન લગાવવાની પ્રક્રિયામાં ખુબ મુશ્કેલી નડતી હતી. ખુબ મોંઘી કિંમતો હતી. સામાન્ય લોકો આને ખરીદવાની સ્થિતિમાં ન હતા. દવાઓ પહેલા લોકોને મળતી ન હતી પરંતુ આજે લોકોને અને ખાસ કરીને ગરીબોને આરોગ્યની સુવિધા મફતમાં મળી રહી છે. મોદીએ કહ્યું હતું કે, દેશના લાકો તબીબોને તેઓએ એક અપીલ કરી હતી જેમાં નવમી તારીખના દિવસે દવા અને ચેકઅપ મફત કરવાની વાત કરી હતી. છેલ્લા એક વર્ષના ગાળામાં ૮૦થી ૮૫ લાખ સગર્ભા મહિલાઓ અને બાળકોને તબીબોએ મફતમાં દવાઓ આપી છે અને ચકાસણી પણ કરી છે. આરોગ્ય સ્વચ્છતાની ગેરંટી હોવાની વાત કરી હતી.

Related posts

आणंद जिले के 6 गांवों में 29 सितंबर तक स्वैच्छिक तालाबंदी का ऐलान

editor

કટોકટી લાગૂ કરનારી કોંગ્રેસ આજે કટોકટીમાં : ભરત પંડ્યા

aapnugujarat

ડભોઇના સોમેશ્વરપાર્ક પાસે દીકરા-દીકરીને સમાન ઉછેર નો ઉદેશ આપતી ઉમેદ એજ્યુકેશન એન્ડ સપોર્ટ સંસ્થાને બે વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1