Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૬૩,૪૪૪ કરોડ વધી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૩૪૪૩.૮૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાઈ ગયો છે. એચડીએફસી બેંક, એચડીએફસી અને મારુતિ સુઝીકીની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટાડો થયો છે. ટીસીએસ સહિતની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૩૪૬૩૯.૦૬ કરોડ વધીને ૫૨૯૯૩૯.૫૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. ટોપ ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં ૯૫૦૩.૨૪ કરોડનો વધારો નોંધાયો છે જેથી તેની માર્કેટમૂડી ૩૨૪૧૪૫.૯૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. એચયુએલની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ૬૫૬૯.૧૯ કરોડનો વધારો નોંધાઈ ગયો છે જેથી તેની માર્કેટ મૂડી ૨૬૦૯૨૭.૮૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી વધીને ૨૧૧૧૯૬.૬૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૩૯૧૪.૧૪ કરોડ વધીને ૨૨૨૯૧૩.૩૦ કરોડ સુધી પહોંચી છે. આ સપ્તાહ દરમિયાન એસબીઆઈ અને ટીસીએસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૨૫૦૩.૨૯ કરોડ અને ૧૫૬૦.૧૪ કરોડનો વધારો થઇ ગયો છે. બીજી બાજુ તેની માર્કેટ મૂડીમાં મારુતિ સુઝુકીએ ૧૯૧૨.૧૬ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૩૮૯૪૦.૮૦ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે. તેમની માર્કેટ મૂડી ૯૬૯ કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી ૧૧૧.૬૫ કરોડ ઘટી ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હવે પ્રથમ સ્થાન ઉપર અકબંધ છે. ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, એચયુએલના ક્રમ રહેલા છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૫૩૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. અથવા તો ૧.૬૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીમાં ૧૯૧ પોઇન્ટનો ઉછાળો છેલ્લા સપ્તાહ દરમિયાન જોવા મળ્યો હતો.

Related posts

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા પગલા લેવાશે

aapnugujarat

कर्ज नहीं चुकाने वाले छोटे कर्जदारों को राहत संभव

aapnugujarat

ઈ-કોમર્સ કંપનીઓની માંગ, એફડીઆઈ લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1