Aapnu Gujarat
બિઝનેસ

ઈ-કોમર્સ કંપનીઓની માંગ, એફડીઆઈ લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

સરકાર દ્વારા હાલમાં જ ઈ-કોમર્સનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) નીતિમાં જાહેર કરાયેલા સ્પષ્ટીકરણને લાગુ કરવાની તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી આગળ વધારવાની અમૂક ઈ-કોમર્સ કંપનીઓની માંગને કન્ફેડરેન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્જને (કેટે) વાહ્યાત ગણાવી વિરોધ કર્યો છે.
વાણિજ્ય મંત્રાલયના ડીઆઈપીપી વિભાગના સેક્રેટરી શ્રી રમેશ અભિષેકને રવિવારે મોકલેલા એક પત્રમાં કેન્ટે આ અંગે પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. સાથે જ એમ પણ માંગ કરી છે કે આ નીતિ અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ પ્રાઇવેટ લેબલ અથવા પોતાના બ્રાન્ડથી સામાન વેચી શકે છે કે નહીં, તેને સ્પષ્ટ કરવામાં આવે.
કેન્ટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે સેક્રેટરી અભિષેકને મોકલેલા પત્રમાં કહ્યું કે સરકારે કોઈ પણના દબાણમાં આવી ઝૂકીને કોઈ પણ પરિસ્થિતિમાં તારીખને આગળ વધારવી જોઈએ નહીં.
તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૮ની પ્રેસ નોટ-૨ ફક્ત ૨૦૧૬ની એફડીઆઈ પૉલિસીની પ્રેસ નોટ-૩નુ સ્પષ્ટીકરણ ભર્યુ છે અને પૉલિસી ૨૦૧૬થી જ જાહેર છે. પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ પૉલિસીને સ્પષ્ટ કરવામાં આવી નથી.
આ દ્રષ્ટિએ ડીઆઈપીપી દ્વારા ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી અંકિત કરવુ સરકારની સ્પષ્ટ ભૂલ છે અને તેથી કોઈ પણ તારીખને બદલવી સરકારની વધુ એક ભૂલ હશે. ખંડેલવાલે કહ્યું કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા તારીખ આગળ વધારવાની માંગ એક વિચારેલી ચાલ છે અને તેની આડમાં પૉલિસી લાગુ કરવાથી રોકવા ઈચ્છે છે. જેના ખર્ચથી પણ ઓછી કિંમત પર માલ વેચવા અને મોટા ડિસ્કાઉન્ટનો આપવાનો તેમનો કારોબાર ચાલતો રહે અને દેશના રીટેલ બજાર પર પોતાનો કબજો જમાવી શકે.

Related posts

ડિફોલ્ટર્સને બચાવવા માંગતા હતા વડાપ્રધાન એટલે ઉર્જિત પટેલની નોકરી ગઈ : રાહુલ

editor

ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સુબ્બારાવને પૂછપરછ માટે બોલાવ્યા

aapnugujarat

લોન લઈને નવું ઘર ખરીદ્યું છે તો પહેલા ઘરનાં વેચાણ પર મળશે ટેક્સ છૂટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1