Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇસ્લામને પોતાના પ્રમાણે ઢાળશે ચીન

ચીનમાં ઇસ્લામનું સ્વદેશીકરણ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે. જે મુજબ આગામી પાંચ વર્ષમાં ઇસ્લામમાં ચીનનાં મૂલ્યો ઉમેરવામાં આવશે. આ કાયદામાં ઇસ્લામના સિનિસાઇઝેશનની વાત કરવામાં આવી છે- જેનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુનું ચીનીકરણ કરવું. ચીનના સરકારી અધિકારીઓનાં આઠ ઇસ્લામિક એસોસિયેશનથી વિચારવિમર્શ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું.
અહેવાલ મુજબ અધિકારીઓએ એ વાત પર સહમતી દર્શાવી હતી કે ઇસ્લામમાં સમાજવાદનાં મૂલ્યોને સામેલ કરવામાં આવે અને ધર્મનું ચીનીકરણ કરવામાં આવશે.
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પર પ્રતિબંધના અહેવાલ પછી આ નિયમ બનાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આશરે ૧૦ લાખ ઉઇગુર મુસ્લિમોને ચીનના કેમ્પોમાં રાખવામાં આવ્યા છે અને તેમને ઇસ્લામ મુજબ પરંપરાઓનું પાલન નથી કરવા દેવામાં આવતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચીનના કેટલાય હિસ્સાઓમાં ઇસ્લામને માનવું ગેરકાયદે છે. આ વિસ્તારોમાં રોજા રાખવા, નમાજ અદા કરવી, દાઢી વધારવી અને પછી હિજાબ પહેરનારની ધરપકડ કરવામાં આવે છે.

Related posts

ટ્રમ્પની ટિપ્પણી પર ભડક્યું તાલિબાન, વધુ હિંસક કાર્યવાહીની આપી ધમકી

aapnugujarat

दुनियाभर में कोविड-19 के मामले पहुंचे 1.29 करोड़ के करीब

editor

पाकिस्तान में टमाटर ने दिखाए अपने रंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1