Aapnu Gujarat
બિઝનેસ

ડિફોલ્ટર્સને બચાવવા માંગતા હતા વડાપ્રધાન એટલે ઉર્જિત પટેલની નોકરી ગઈ : રાહુલ

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. મંગળવારે તેમણે એક ટિ્‌વટ કરીને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના નિવેદનને આધાર બનાવીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીએ વિલફુલ ડિફોલ્ટર્સને બચાવવાનું કામ કર્યું તેવો આરોપ મુક્યો હતો.
હકીકતે તાજેતરમાં જ ઉર્જિત પટેલનું એક પુસ્તક સામે આવ્યું છે જેમાં મોદી સરકાર લોન ન ચુકવનારાઓ સાથે નરમાશથી વર્તી રહી હોવાનો અને આરબીઆઇને પણ તેને હળવાશથી લેવાનો નિર્દેશ આપ્યો હોવાનો ઉલ્લેખ કરેલો છે. રાહુલ ગાંધીએ હવે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું ચાલુ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ઉર્જિત પટેલ બેન્કિંગ સિસ્ટમને સાફ કરવામાં લાગેલા હતા પરંતુ તેના કારણે તેમની નોકરી જતી રહી. તેનું કારણ એ જ કે વડાપ્રધાન મોદી લોન ન ચુકવનારાઓ સામે કોઈ એક્શન નહોતા લેવા માંગતા.

Related posts

भारत में ऊर्जा की मांग 4.2% की दर से बढ़ेगी : प्रधान

aapnugujarat

સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઘટી ગયો

aapnugujarat

सितम्बर में शुरु होगी ऐमजॉन, फ्लिपकार्ट की फेस्टिव सेल्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1