Aapnu Gujarat
બિઝનેસ

વેચવાલી જારી : FPI દ્વારા ઇક્વિટીમાંથી નાણાં ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા ચાર કારોબારી સેશનમાં દેશના ડેબ્ટ માર્કેટમાં ૫૦૦૦ કરોડનું રોકાણ કરી દીધું છે. બોન્ડની વિદેશી માલિકી પર મર્યાદામાં વધારો કરવામાં આવ્યા બાદ ડેબ્ટ માર્કેટમાં વિદેશી મૂડીરોકાણમાં વધારો થયો છે. જો કે, આ ગાળા દરમિયાન ઇક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૫૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઇ દ્વારા ઓક્ટોબરમાં હજુ સુધી ડેબ્ટ માર્કેટમાં ૪૮૮૬ કરોડનું રોકાણ કર્યું છે. છેલ્લા આઠ મહિનાના ગાળામાં ૧.૪ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૭ના ગાળામાં આ જંગી રોકાણ આવ્યું છે તે પહેલા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ઇક્વિટીમાંથી ૧૨૭૭૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા ત્યારબાદ પણ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં આ વલણ જાળવી રાખ્યું હતુ. તે પહેલા એફપીઆઈ દ્વારા છેલ્લા છ મહિનામાં ૬૨૦૦૦ કરોડથી વધુ નાણા ઠાલવી દેવાયા હતા. અગાઉ હાલમાં નાણા પાછા ખેંચવાનો પ્રવાહ રહ્યો હતો. એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચી લેવા માટે અનેક પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. જે પૈકી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલીને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક ભૌગોલિક પરિબળો જવાબદાર ગણાવ્યા હતા. ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા જંગી નાણા ઠાલવવામાં આવી રહ્યા છે. હાલમાં જ જારી કરવામાં આવેલા સરકારી આંકડાની અસર પણ જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનાના ગાળામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ નાણા ભારતીય બજારમાં ઠાલવી દેવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર વેચવાલીનો દોર શરૂ થયો છે. અત્રે નોંધનીય છે કે, બુધવારના દિવસે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૦.૫ ટકા ઘટાડીને ૧૯.૫ ટકા કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથના અંદાજિત દરને ૦.૬ ટકા ઘટાડી દીધો હતો.
રિઝર્વ બેંકના કહેવા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં દેશમાં જીડીપી દર ૬.૭ ટકાના દરે વધી શકે છે. એમપીસીના સભ્ય પ્રોફેશર ધોળકિયાએ ઓછામાં ઓછા ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવા માટેનો અંદાજ મુક્યો હતો પરંતુ સમિતિએ તેમની વાત સાંભળી ન હતી. રિઝર્વ બેંકના ગ્રોથના અંદાજને ૬.૭ ટકા કરી દેવામાં આવ્યો છે જે અગાઉ ૭.૩ ટકા દર્શાવવામાં આવ્યો હતો. આરબીઆઈએ તેની નીતિ સમીક્ષામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, કૃષિ લોન માફીના પરિણામ સ્વરુપે ગ્રોથ ઉપર અસર પડશે.

Related posts

मद्रास HC ने पतंजलि आयुर्वेद पर लगाया 10 लाख का जुर्माना

editor

आर्थिक वृद्धि दर अक्टूबर-दिसंबर तिमाही में 4.5% रहने का अनुमान: SBI

aapnugujarat

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ, ૨૧ લાખ વેપારીને લાભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1