Aapnu Gujarat
બ્લોગ

ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ : આઈટી ઉદ્યોગ સમક્ષ પડકાર

લગભગ બે દાયકાથી દેશને નિકાસમાં અગ્રેસ બનાવનારા સોફટવેર એન્ડ સર્વિસિસના ઉદ્યોગે એક ધારી છલાંગ લગાડી છે. આને કારણે દેશમાંથી થતી નિકાસનું પ્રમાણ વધાર્યું છે. જોકે આ ઉદ્યોગે પાયારૃપ કામ કર્યું એ છે કે એણે વિશ્વનો અને ખાસ કરીને વિકસીત દેશોનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાંખ્યો છે. વિશ્વની આગેવાન સરકારોના મનમાં એવી છાપ હતી કે ભારત બહુ બહુ તો અમુક ચીજવસ્તુઓની નિકાસ કરવાને સક્ષમ છે. ભારતને ગાયો-ગરીબ દેશ માનવામાં આવતો હતો. પરંતુ સોફટવેર ઉદ્યોગથી હરણફાળ પછી વિશ્વના દેશોએ એવું સ્વીકાર્યું કે વૈશ્વિક ધારાધોરણોને ટક્કર આપી શકે એવી તકનીકો નિકાસ કરવામું સામર્થ્ય પણ ભારતમાં છે. જે સામાન્ય રીતે વિકસીત દેશો સાથે જોડાયેલું અભિન્ન અંગ ગણાય છે. પરંતુ દેશને માટે સોનું ઉગાડતા આ ઉદ્યોગને માટે ટ્રમ્પના હાથમાં શાસનની ધુરા આવવાથી એક પડકાર ઉપસ્થિત થયો છે. દેશની આગેવાન સોફટવેર કંપનીઓએ જાહેર કરેલા લેટેસ્ટ પરિણામોમાં આ ચિંતા સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે.
જોકે એવું નથી કે ઓવેલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી સોફટવેર ઉદ્યોગ માટે અમંગળ દિવસો આવ્યા છે. એમણે ચૂંટણી પ્રચારના દિવસોમાં વિઝાને લગતા નિયમોમાં આમૂલ પરિવર્તન લાવવાની ધમકી આપી હતી. જેથી બહારથી આવતો સસ્તો ટેકનિકલ ’મેન પાવર’ ગોરા અમેરિકન નાગરિકોની રોજગારી ન છીનવી લે. એક પડકાર ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં આવેલી ઉત્ક્રાંતિ પોતે પણ છે. આ પડકાર ક્ષેત્રની અંદરથી જ ઉદ્ભવ્યો છે. ઈન્ડિયન સોફટવેર ઉદ્યોગનું સફળ પરંતુ પરંપરાગત બિઝનેસ મોડેલ હવે નહીં ચાલે. અમેરિકામાં ચૂંટણીઓનો ઉન્માદ અને ધમધમાટ હવે શમી ગયો છે. ટ્રમ્પ હવે વ્હાઈટ હાઉસમાં આવી ગયા છે. અને જમીની વાસ્તવિકતા સાથે એનો સીધો પરિચય હવે થશે. એમને સમજાશે કે એચવન-બી વિઝા એમના પુરોગામીઓએ અમથા દાખલ કર્યા ન હતા. એમાં પણ અમેરિકન કંપનીઓનો સ્વાર્થ હતો. આને કારણે સોફટવેર ઉદ્યોગ પર ’ટ્રમ્પ’નું ઝળુંબતું જોખમ ટૂંકમાં સંભવિત નામશેષ ન થાય પણ એટલું ગંભીર પૂરવાર ન પણ થાય. અમેરિકાની કંપનીઓને સસ્તો મેનપાવર જોઈતો હતો અને એટલે આગલી સરકારોને સાધીને એમણે એચવનબી અને આ પ્રકારના વિઝાઓની અન્ય શ્રેણીઓ તૈયાર કરાવી હતી. એચવન-બી અને અન્ય વિઝાની શ્રેણીઓને નાબૂદ કરવી અથવા મોંધી બનાવવી એ તો હજી દૂરની વાત છે. હાલમાં તો એ જોેવાન ું છે કે અમેરિકાની દિગ્ગજ કાર કંપનીઓ કેટલી નોકરીઓ મેક્સિકોમાંથી અમેરિકા પરત લાવે છે. આ ઉપરાંત એવું પણ નથી કે અમેરિકાના ગોરા સોફટવેર નિષ્ણાતો પાસે કામની તીવ્ર અછત છે.
સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (સ્ટેમ)ના ક્ષેત્રમાં કુશળ અમેરિકન યુવાન બેરોજગાર નથી. આ ક્ષેત્રોમાં નિષ્ણાત યુવકો માટે નોકરી અને કામની અનેકવિધિ તક અસ્તિત્વમાં છે. અલબત્ત એમને અણગમો એ વાતનો છે કે બહારથી ખાસ કરીને ભારતથી આવેલા એન્જિનિયરો સસ્તામાં કામ કરવા રાજી થઈ જાય છે. જાણીતા પર્યટક સ્થળ ડિઝનીલેન્જે મૂળ અમેરિકનોને દરવાજો બતાડી ભારતના કારીગરોને કામની તાલીમ આપવા માંડી ત્યારે આ મુદ્દો બહુ ગાજયો હતો. આઈટીના વિશ્વમાં થતી સતત ક્રાંતિ એ હકીકત છે અને આ કંઈ હંગામી મુદ્દો નથી પરંતુ આ ઉત્ક્રાંતિ દર અઠવાડિયે થતી રહેવાની છે. જો ભારતીય આઈટી ઉદ્યોગે સ્પર્ધામાં ટકી રહેવું હોય તો એમણે રોજેરોજ ન્વોન્મેષની પ્રક્રિયામાંથી પસાર થતા રહેવું પડશે. ડિસેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ટીસીએસ અને ઈન્ફોસીસ જેવી અગ્રેસર કંપનીઓએ ૮ ટકાથી સહેજ વધુ વિકાસદર પ્રાપ્ત કર્યો હતો. આને એ પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ કે ૨૦૦૯-૧૦ની વૈશ્વિક નાણાકીય કટોકટીના સમયગાળામાં પણ આ કંપનીાઓએ ૨૦ ટકાના દરે વિકાસ સાદ્યો હતો. વિશ્વને હચમાચવી નાખનાર આ ફાઈનાન્સિયલ ક્રાઈસીસ વચ્ચે પણ આ કંપનીઓ અડીખમ ઊભી રહી હતી. એમના ગઢનો એક કાંગરો સુદ્ધાં ખર્યો ન હતો. આની પાછળ ’ઓટોમેશન’ ઈન્ટરનેટ અને ડિજીટલ સમયનું આગમન જવાબદાર છે. ભારતી. સોફટવેર કંપનીઓ પરંપરાગત ધોરણે ડેવલપમેન્ટ અને મેઈન્ટેનન્સની જે કામગીરીઓ કરતી આવી છે એનું સ્થાન હવે ઓટોમેશને લીધું છે. જરૃર છે કે સોફટવેર કંપનીઓ એના વિદેશી કલાયન્ટોને કંઈક નવું ઓફર કરે. જોકે એવા અનેક પુરાવા મળ્યા છે કે ભારતીયો ન્વોન્મેષમાં પાછળ નથી. સ્ટાર્ટ અપ અને ખાસ કરીને ઈ-કોમર્સના ક્ષેત્રમાં થયેલી જંગી ઉથલપાથલ એનો સ્પષ્ટ સંકેત આપે છે. અલબત્ત એક વસ્તુ હવે દેશના મધ્યમવર્ગીય પરિવારોએ એક માન્યતા દૂર કરવી પડશે કે કોઈ રેંજીપેંજી એન્જિનિયરિંગ ડીગ્રીથી પણ સોફટવેર કંપનીઓમાં જોબ મળી જશે.

Related posts

પ્રાણાયામ અંગે વૈજ્ઞાનિક સંશોધન

aapnugujarat

ગીત ગુજરાત ના,

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1