Aapnu Gujarat
ગુજરાત

દિનેશ બાંભણિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ક્રાઈમબ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. છેલ્લી ઘણી મુદ્દતથી કોર્ટ કામગીરીમાં હાજર ના રહેતા ધરપકડ કરવામાં આવી છે. રાજદ્રોહના કેસમાં સતત ગેરહાજર રહેવાને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પાસ નેતા દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે.
પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આ મામલે સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ગત સુનાવણી દરમિયાન દિનેશ બાંભણિયા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે બિન-જામિનપાત્ર વોરંટ ઇશ્યૂં કર્યું હતું. આજે કોર્ટમાં સુનાવણી હોવાથી ક્રાઇમ બ્રાંચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. દિનેશ બાંભણિયાને આજે ક્રાઇમ બ્રાંચ કોર્ટમાં રજૂ કરશે.ઉલ્લેખનિય છે કે રાજદ્રોહના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે સુરત લઈ ગઈ છે.મહત્વનું છે કે વર્ષ ૨૦૧૫માં અમરોલી પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેના અનુક્રમે ગઈકાલે મોડી સાંજે અલ્પેશને સુરત ક્રાઈમ બ્રાન્ચ ખસેડાયો હતો. જ્યાં આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Related posts

जिका वायरस की जानकारी छुपाई होने का कांग्रेस का आरोप

aapnugujarat

મુખ્યમંત્રીએ ૧૦૦૦ સરકારી સ્કૂલોમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટનું કર્યું ઈ – લૉન્ચિંગ

editor

શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનુ ઘોડાપુર સોમનાથ મહાદેવના શરણે ઉમટ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1