Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આઠ દિવસથી ચાલતી તેજી પર બ્રેક : સેંસેક્સમાં ઘટાડો

શેરબજારમાં આજે છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦૫ પોઇન્ટ ઘટીને ૩૩૬૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૭૦ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળી રહી છે. જો કે, અમેરિકાની રેટિંગ સંસ્થાઓ દ્વારા ભારતનું ગુલાબી ચિત્ર રજૂ કર્યા બાદ શેરબજારમાં છેલ્લા આઠ સેશનથી તેજી ચાલી રહી હતી પરંતુ આજે આ તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. સેંસેક્સ ફરીએકવાર ઘટીને ૩૩૬૧૮ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આર્થિક કારોબારીઓના કહેવા મુજબ શેરબજારમાં નિરાશા માટે કોઇ કારણ નથી જેથી આવતીકાલે ફરી એકવાર તેજી રહેવાના સંકેત છે. હાલમાં મૂડીએ દેશના રેટિંગમાં ૧૩ વર્ષના ગાળા દરમિયાન સુધારો કર્યો હતો. એસ એન્ડ પી સંસ્થાએ પણ ભારતની રેટિંગને સ્થિર રાખીને સ્થિરઆઉટલુંકનુ ચિત્ર રજૂ કર્યું હતું. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. જીડીપીના આંકડાને લઇને પણ આશા દેખાઈ રહી છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. જૂન ૨૦૧૭માં જીડીપી ગ્રોથરેટ ઘટીને ૭.૫ ટકા થયો હતો. જીએસટીને લઇને સ્પષ્ટતા અને સારા મોનસુનની સ્થિતિના લીધે જીડીપી ગ્રોથરેટમાં સુધારો થશે. આવી જ રીતે અન્ય માઇક્રો આંકડા પણ જારી કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ૨૪૦૦૦ કરોડ રૂપિયાના આઇટી શેર બાયબેકની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી રહી છે. આઈટી કંપનીઓના બાયબેકની પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ થઇ રહી છે. વિપ્રો દ્વારા યુનિટદીઠ ૩૨૦ રૂપિયામાં ૨૯મી નવેમ્બરના દિવસે ૧૧૦૦૦ કરોડના શેર બાયબેક સ્કીમ શરૂ કરશે. ૮.૬ ટકાના પ્રિમિયમની બાબત આમા રાખવામાં આવી છે. આવી જ રીતે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસે કહ્યું છે કે, તેની ૧૩૦૦૦ કરોડની બાયબેકની ઓફર ૩૦મી નવેમ્બરના દિવસે શરૂ થશે અને ૧૪મી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના ૩૬ વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત શેર બાયબેકની સ્કીમ લાવવામાં આવી છે. ૧૧૫૦ પ્રતિ શેરમાં ૧૧.૩૦ કરોડ શેર બાયબેક કરવાની યોજના છે. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે ૪૫ પોઇન્ટ ઉછળીને ૩૩૭૨૪ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૧૦ પોઇન્ટ ઉછળીને ૧૦૩૯૯ની સપાટીએ રહ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૭ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા ૩૦મી નવેમ્બરના દિવસે શેરબજારના ગાળા બાદ જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર માટેના પીએમઆઈના આંકડા જારી કરાશે.

Related posts

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

ફેડ બેઠક સહિત ઘણા પરિબળની શેરબજાર પર સીધી અસર રહેશે

aapnugujarat

There is not even 1% possibility of RaGa continuing as party prez : Moily

aapnugujarat

Leave a Comment

UA-96247877-1