Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ વધતા બેડ વધારાયા

રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોથી તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં બંધ કરી દેવાયેલા વોર્ડ ફરી ખોલવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ ૩૦૦ જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યભરમાં ૫૫૫ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.
રાજ્યના ૫ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એકપણ કોરોનાનો કેસ કાલે નોંધાયો ન હતો. પરંતુ ત્રણ જિલ્લાઓમાં ૧૦૦ થી વધુ કોરોનાના કેસો નોંધાય હતા, જેમાં અમદાવાદમાં ૧૨૯, વડોદરામાં ૧૦૩ અને સુરતમાં ૧૦૦ કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. એક તરફ કોરોનાને માત આપવા સિનિયર સીટીઝન તેમજ કો-મોરબીડીટી હોય તેવા ૪૫ વર્ષથી વધુને નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૧૫ લાખથી વધુ લોકોને વેક્સીનના પ્રથમ અપાઈ ચૂકી છે. તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રાત્રે ખાણીપીણી બજાર અને રેસ્ટોરેન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો યુનિટ બંધ કરાવવાની મૌખિક સૂચના આપી દેવાઈ છે.
અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. સાંજે ૭.૩૦ વાગે બજારો બંધ કરી દેવું એવો કોઈ આદેશ ટ્ઠદ્બષ્ઠ એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાંજ યુનિટ બંધ કરાવી દેવાય છે. કોરોના સંક્રમણ વધ્યું, પણ બજાર બંધ કરવાની કોઈ વાત નથી. આ વિશે એએમસીના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્ફ્યૂનો સમય વધારવાનો કોઈ આદેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે ૮ વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે.

Related posts

गुजरात में दलितों, आदिवासियों पर हो रहे अत्याचार को लेकर बनाई जाएगी स्‍पेशल कोर्ट

aapnugujarat

રાજ્ય સરકાર દ્વારા ૮,૦૦૦ દિવ્યાંગોના ખાતામાં સહાય જમા

aapnugujarat

AHMEDABAD : મેટ્રોમાં કચરો, થૂંકવા અને કોચને નુકશાન કરનારને ૫૦૦૦નો દંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1