Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે કોરોના વેક્સિન લેવાથી કર્યો ઇન્કાર

કોરોના વાઈરસની રોકથામને લઈને દેશમાં બીજા તબક્કાનું વૅક્સિનેશન અભિયાન આજથી શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતી ૪૫ વર્ષની ઉપરના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે કોરોનાની વૅક્સિન નથી લેવા માંગતા.
કોરોના વૅક્સિન આપવાના બીજા તબક્કાના અભિયાન શરૂ થવા પર પત્રકારોએ જ્યારે રાજ્યસભામાં નેતા વિપક્ષને કોરોના વૅક્સિન લેવા સંદર્ભે પ્રશ્ન પૂછ્યો, તો તેમણે જણાવ્યું કે, મારી ઉંમર તો ૭૦ વર્ષથી ઉપર છે. તમારે એવા યુવાઓને વૅક્સિન આપવી જોઈએ, જેમની પાસે જીવવા માટે લાંબી ઉંમર પડી છે. મારી પાસે જિંદગી જીવવા માટે ૧૦-૧૫ વર્ષ જ વધારે છે.
જણાવી દઈએ કે, કોરોના વૅક્સિનના બીજા તબક્કાની શરૂઆત થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિતિ એઈમ્સમાં સોમવારે ભારત બાયોટેકની કોરોના વૅક્સીન કોવૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીને પોંડિચેરીની સિસ્ટર પી. નિવેદાએ વૅક્સિન આપી

Related posts

સિટીઝનશીપ બિલ : મમતાની પગ નીચેની જમીન સરકી ગઈ : ઠાકુરનગરમાં મોદીએ મમતા પર પ્રહાર કર્યાં

aapnugujarat

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ

aapnugujarat

રાંધણ ગેસના ભાવમાં ૬ રૂપિયાનો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1