Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિટીઝનશીપ બિલ : મમતાની પગ નીચેની જમીન સરકી ગઈ : ઠાકુરનગરમાં મોદીએ મમતા પર પ્રહાર કર્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં આક્રમક અંદાજમાં મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. મમતાના ઘરમાં જ મોદી આક્રમક દેખાયા હતા. મોદીએ જુદા જુદા વિષય ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સિટીઝનશીપ સુધારા બિલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મોદીએ આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા અમારા લોકોને ન્યાય અપાવવાની અમારી જવાબદારી રહેલ છે અને આ જવાબદારીને અમે અદા કરીશું. મોદીએ કહ્યું હતું કે સિટીઝનશીપ બિલને લઈને મમતા બેનર્જીના પગ નીચેની જમીન સરકી ગઈ છે. મમતા બેનર્જી હવે ગભરાઈ ગયા છે. શાસક ટીએમસી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના લોકો તોફાન ઉપર ઉતરી આવ્યા છે. બંને પાર્ટીને લઈને લોકો જે રીતે આગળ આવી રહ્યા છે તેનાથી મમતા બેનર્જી હતોત્સાહ થઈ રહ્યા છે. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે અનેક ટુકડાઓ થયા હતા. ઘણા લોકો જે બહાર જતા રહ્યા હતા તેમને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. આમાં હિન્દુ, શીખ, જૈન અને પારસી લોકો હતા. આ લોકો પરત ફરી રહ્યા છે. તેમની નાગરિકતા આપવાના પ્રયાસ થી રહ્યા છે. આજ કારણસર સિટીઝનશીપ બિલ લવાયું છે. આ લોકો ભારત સિવાય અન્ય ક્યાં જઈ શકે છે તેમને ન્યાય આપવાની અમારી જવાબદારી રહેલી છે. બિલને ટેકો આપવા માટે ટીએમસીને કહેવામાં આવ્યું હતું પરંતુ ટીએમસીએ ટેકો આપ્યો નથી.
નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકશાહીને બચાવવાના નાટક મમતા દ્વારા કરાઈ રહ્યા છે. ઠાકુરનગરની જનસભામાં મોદીએ કહ્યું હતું કે આ દેશની કમનસીબી છે કે સ્વતંત્રતાના આટલા ગાળા બાદ પણ ગામની સ્થિતિ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. બંગાળની સ્થિતિ તો આના કરતા પણ ખરાબ છે. અહીંની સરકારો પણ ધ્યાન આપી રહી નથી.

Related posts

Prime Minister Modi arrives in Amsterdam, Netherlands

aapnugujarat

I will lay foundation stone for Kadapa steel plant on December 26 : CM YS Jaganmohan Reddy

aapnugujarat

વડાપ્રધાન મોદીએ આસામમાં રેલ-રોડ બ્રિજ ‘બોગિબીલ બ્રિજ’નું ઉદઘાટન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1