Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાંધણ ગેસના ભાવમાં ૬ રૂપિયાનો વધારો

લોકસભાની ચૂંટણી દરમિયાન સામાન્ય પ્રજાને વધુ એક આંચકો લાગ્યો છે. હવે દિલ્હી અને મુંબઇમાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિલ્હીમાં ૦.૨૮ રૂપિયાનો(૧૪.૨ કિગ્રા સિલિન્ડર) વધારો કરાયો છે જ્યારે મુંબઇમાં ૦.૨૯ રૂપિયાનો વધારો કરાયો છે. સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં દિલ્હી અને મુંબઇ બંને રાજ્યમાં છ રૂપિયાનો વધારો કરાયો છે.સબસિડી સહિતના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં રૂ. ૪૯૬.૧૪, કોલકાતામાં રૂ. ૪૯૯.૨૯, મુંબઇમાં રૂ. ૪૯૩.૮૬ અને ચેન્નાઇમાં ૪૮૪.૦૨ પહોંચી ગયા છે.દિલ્હીમાં સબસિડી વગરના એલપીજીના ભાવ હવે રૂ.૭૧૨.૫, કોલકાતામાં રૂ.૭૩૮.૫, મુંબઇમાં રૂ.૬૮૪.૫ અને ચેન્નાઇમાં રૂ.૭૨૮ પ્રતિ સિલિન્ડર થઇ ગયા છે. આઇઓસીએ જણાવ્યું હતું કે, ઇંધણના ભાવમાં વધારાને પગલે રાંધણ ગેસના ભાવમાં વધારો નોંધાયો છે.

Related posts

भारी बारिश के कारण बाधित हुई कैलाश मानसरोवर यात्रा

aapnugujarat

पाकिस्तान के साथ क्रिकेट सीरीज से सरकार का इन्कार

aapnugujarat

Sensex closes at 39908.06 with rise of 68.81 and Nifty closes at 11969.25

aapnugujarat

Leave a Comment

UA-96247877-1