Aapnu Gujarat
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથમાં રાજ્ય પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ

લોકસભા ચૂંટણીના પ્રારંભિક ચાર તબક્કામાં યોજાયેલા મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરી છે. હવે ૬ મેના રોજ યોજાનાર પાંચમા તબક્કાના મતદાન દરમિયાન ચૂંટણી પંચે પોલિંગ બૂથની અંદર મમતા બેનરજીની પશ્ચિમ બંગાળ પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
હવે માત્ર કેન્દ્રીય દળો જ પોલિંગ બૂથ પર તહેનાત કરવામાં આવશે અને પશ્ચિમ બંગાળની પોલીસને પોલિંગ બૂથથી દૂર રાખવામાં આવશે.ચોથા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા બાદ ભાજપે એવી ફરિયાદ કરી હતી કે કેન્દ્રીય દળોને હટાવીને પશ્ચિમ બંગાળમાં સરકાર દ્વારા રાજ્ય પોલીસને પોલિંગ બૂથ પર તહેનાત કરવામાં આવે છે અને તેનાથી ચૂંટણીની કાર્યવાહી પ્રભાવિત થઇ રહી છે.ભાજપની આ ફરિયાદ પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને પશ્ચિમ બંગાળમાં હવે પછીના મતદાનના તબક્કા દરમિયાન પોલિંગ બૂથ પર ૧૦૦ ટકા કેન્દ્રીય સુરક્ષા દળોને તહેનાત કરવા અને તેમનો જ ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે અને પશ્ચિમ બંગાળની પોલીસ પર પોલિંગ બૂથમાં એન્ટ્રી કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. પોલિંગ બૂથની અંદર હવે રાજ્ય પોલીસને પ્રવેશની મંજૂરી નહીં મળે.

Related posts

મહારાષ્ટ્રના રાયગઢમાં બસ અકસ્માત : 12નાં મોત

aapnugujarat

Indian Navy announces DSRVs successfully conducts ‘live mating’ exercise with submarine

aapnugujarat

Fadnavis Resigns As CM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1