Aapnu Gujarat
ગુજરાત

ભગવતી શ્રી મેલડી માં મંદિરનો 21 મો દિવ્ય પાટોત્સવ ઉજવાયો

મહેસાણા થી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે, જિલ્લાના કડી તાલુકાના કૈયલધામે ૐ ભગવતી શ્રી મેલડી માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલુ છે. મંદિર અને મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે મંદિરમાં શ્રી મેલડી માં ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે. જય માડી સેવા પરિવાર દ્વારા પરમ પૂજ્ય રમણ જય માડીના સાનિધ્યમાં માતાજીના દિવ્ય 21માં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું .સરકાર શ્રીના આદેશોનુ ચુસ્તપણે પાલનસાથે મંદિર સંકુલમાં સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેની સાથોસાથ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ તથા છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમની માહિતી મંદિર તરફથી શ્રી ગીરીશભાઈ દ્વારા આપવામાં આવી હતી

Related posts

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

પાવાગઢનું મહાકાળી મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય

editor

રિવરફ્રન્ટ પર બ્રીજ બનાવવાનું મેટ્રો ટ્રેનનું કાર્ય શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1