Aapnu Gujarat
ગુજરાત

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના વધુ નવા પાંચ કેસ નોંધાયા છે. અત્યાર સુધી ૬૬ દર્દીઓએ સારવાર લીધી છે જેમાંથી ૧૮ દર્દીઓના મોત થયા છે. અતિવૃષ્ટિ બાદ સતત ભેજવાળા વાતાવરણ વચ્ચે રાજ્યમાં સ્વાઈન ફ્લુના સતત કેસ વધી રહ્યા છે. કચ્છ, સુરત અને વડોદરામાં સ્વાન ફ્લુના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કચ્છમાં સ્વાઈન ફ્લુના કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે.તો વડોદરામાં પણ સ્વાઈન ફ્લુએ એકનો ભોગ લીધો હતો. સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહેલા યુવાનનું સાયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. તો આ તરફ સુરતમાં પણ સ્વાઈન ફ્લુના દસ કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં સ્વાઇન ફ્લુના વધુ દસ કેસ નોંધાતા સ્વાઇન ફ્લૂના કેસનો આંક ૩૭ પર પહોંચ્યો હતો. કુલ ૨૫ દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાં દસ ની હાલત સુધારા પર છે. તો સાત દર્દી વેન્ટિલેટર પર અને સાત દર્દી હાલ પણ ઓક્સિજન પર છે. તો બે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  અમરોલી, કતારગામ, મોટા વરાછા, ભટાર સહિત લીંબાયતના ગોડાદરા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા છે.

Related posts

૨૮મી માર્ચે બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ ભારે ઉત્સુકતા

aapnugujarat

કોંગ્રેસી નેતાઓ ફરી મોવડી મંડળ સાથે ચર્ચા માટે ગયા

aapnugujarat

રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ વધતા બેડ વધારાયા

editor

Leave a Comment

UA-96247877-1