Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે પાક્કી દોસ્તી માટે ખાસ સંગઠનની રચના

ભારત અને અમેરિકા વચ્ચેની વેપારી મિત્રતા વધુ ગાઢ બનાવવા માટે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફ્રન્ટ (યુએસઆઈએસપીએફ)ની રચના કરાઈ છે.યુએસઆઈએસપીએફના નિવેદનમાં જણાવ્યું છે કે આ બિનનફાકારક સંગઠનનો આશય દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો છે. સંગઠન આ સાથે નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે અર્થસભર તકોનું સર્જન કરશે. સંગઠન ઉદ્યોગો અને સરકાર સાથે મળીને આર્થિક વૃદ્ધિ, રોજગારી અંગેના સુચનો, મૂડીરોકાણ, વિસ્તૃતિકરણ અને ઉદ્યોગ-સાહસિકતામાં પણ સક્રિય ભૂમિકા ભજવશે. યુએસઆઈએસપીએફના બોર્ડ ઓફ ડાયરેકટર્સન ચેરમેન જ્હોન ચેમ્બર્સ, વાઈસ ચેરમેન પુનીત રંજન અને એડવર્ડ મોન્સર (ચેરમેન ઈમર્સન ઈલેક્રિટક)નો સમાવેશ થાય છે. આ પૈકી ચેમ્બર્સ સિસ્કોના ઈન્ટેરીમ ચેરમેન છે. બોર્ડના અન્ય સભ્યોમાં પેપ્સિકોના ચેરપર્સન અને સીઈઓ ઈન્દિરા નૂયી અને માસ્ટર કાર્ડના ચેરમેન અજય બંગાનો પણ સમાવેશ થાય છે.

Related posts

सीमा को खुला छोडना ना समजी है : सिंगापुर के उप-प्रधानमंत्री शनमुगरत्नम

aapnugujarat

चीन ने भारतीय जवानों पर लगाया सीमा पार करने का आरोप

aapnugujarat

ડ્રગ્સના દૂષણને ડામવા ઇરાને 9 આરોપીને આપી ફાંસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1