Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી બાદ ઓટો સેક્ટરમાં ધૂમ તેજી

જીએસટી લાગુ થયા બાદ ઓટો ઉત્પાદકોએ વાહનોના ભાવમાં ઘટાડો કર્યો તથા ડીલર્સ દ્વારા વાહનોનો નવો સ્ટોક રાખવામાં આવ્યો તેના કારણે વેચાણને ભારે ઉત્તેજન મળ્યું છે. મારુતિ, મહિન્દ્રા, ટાટા મોટર્સ, ફોર્ડ ઇન્ડિયા, હોન્ડા સહિતની કાર ઉત્પાદકોએ જુલાઈમાં બે આંકડામાં વૃદ્ધિદર નોંધાવ્યો છે.દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં ૨૦.૬ ટકાનો વધારો થયો હતો. કંપનીએ જુલાઈમાં ૧,૬૫,૩૪૬ કાર વેચી હતી જ્યારે ગયા વર્ષે જુલાઈમાં ૧.૩૭ લાખ કારનું વેચાણ કર્યું હતું. મારુતિનું આ સૌથી ઊંચું માસિક વેચાણ છે. અગાઉ એપ્રિલમાં મારુતિએ ૧,૪૪,૪૯૨ કાર વેચી હતી જે મહત્તમ વેચાણ હતું. કંપનીનું સ્થાનિક વેચાણ ૨૨.૪ ટકા વધીને ૧,૫૪,૦૦૧ એકમ થયું હતું જ્યારે જુલાઈ ૨૦૧૬માં વેચાણ ૧,૨૫,૭૭૮ એકમનું હતું. ગયા મહિને અલ્ટો અને વેગન આર સહિત મિની સેગમેન્ટની કારનું વેચાણ ૨૦.૭ ટકા વધીને ૪૨,૩૧૦ એકમ થયું હતું. કોમ્પેક્ટ સેગમેન્ટમાં સ્વિફ્ટ, એસ્ટિલો, ડિઝાયર, બલેનો અને ઇગ્નિસનું વેચાણ ૨૫.૩ ટકા વધીને ૬૩,૧૧૬ યુનિટ થયું હતું.હોન્ડા કાર્સ ઇન્ડિયા લિએ સ્થાનિક વેચાણમાં ૨૧.૭૪ ટકા વધારો નોંધાવતાં તેનું વેચાણ ૧૭,૦૮૫ યુનિટ થયું હતું. ગયા મહિને કંપનીએ બ્રિયોના ૩૯૬ યુનિટ, પ્રીમિયમ હેચબેક જેઝના ૨,૯૭૧, કોમ્પેક્ટ સેડાન અમેઝના ૨,૯૧૩ અને મિડસાઇઝ સેડાન સિટીના ૪,૮૫૪ યુનિટ વેચ્યા હતા.હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ વેચાણમાં ૪.૩૮ ટકાનો વધારો નોંધાવતાં જુલાઈમાં તેના ૪૩,૦૦૭ યુનિટ વેચાયા હતા. કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં ૪૧,૨૦૧ યુનિટ વેચ્યા હતા.અગ્રણી ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જુલાઈમાં વેચાણમાં ૬ ટકાના વધારા સાથે ૪૧,૭૪૭ યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. કંપનીએ ગયા વર્ષના સમાન મહિનામાં ૩૯,૪૫૮ યુનિટ વેચ્યા હતા. સ્થાનિક બજારમાં વેચાણ ૧૩ ટકા વધીને ૩૯,૭૬૨ એકમ થયું હતું જ્યારે જુલાઈ ૨૦૧૬માં વેચાણ ૩૫,૩૦૫ યુનિટ હતું. જુલાઈમાં નિકાસ ૫૨ ટકા ઘટીને ૧,૯૮૫ યુનિટ હતી. ફોર્ડ ઇન્ડિયાએ વેચાણમાં ૪૬.૯૬ ટકાનો વધારો નોંધાવતાં તેનું કુલ વેચાણ ૨૬,૦૭૫ એકમ થયું હતું. કંપનીએ ગયા વર્ષના સમાન મહિનામાં ૧૭,૭૪૨ યુનિટ વેચ્યા હતા.જુલાઈ ૨૦૧૭માં રોયલ એન્ફિલ્ડનું વેચાણ ૨૧ ટકા વધીને ૬૪,૪૫૯ એકમ થયું હતું. જુલાઈ ૨૦૧૬માં ટુ વ્હીલર ઉત્પાદકે ૫૩,૩૭૯ એકમનું વેચાણ કર્યું હતું. સમીક્ષા હેઠળના મહિનામાં કંપનીની નિકાસ ૪.૧૬ ટકા વધીને ૧,૩૦૨ એકમ નોંધાઈ હતી જ્યારે જુલાઈ ૨૦૧૬માં ૧૨૫૦ યુનિટનું વેચાણ થયું હતું.

Related posts

શેરબજારમાં ૯ પરિબળોની અસર જોવા મળશે : પ્રવાહી સ્થિતિ રહેશે

aapnugujarat

વેલ્થની સાથે વેલનેસ ઇચ્છો છો તો ભારત આવો : મોદી : દાવોસ વિશ્વ આર્થિક મંચમાં મોદી છવાયા

aapnugujarat

અદાણીને ટેલિકોમ સેવાના ઉપયોગ માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1