Aapnu Gujarat
બિઝનેસ

અદાણીને ટેલિકોમ સેવાના ઉપયોગ માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું

ટેલિકોમ ક્ષેત્રે ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગત સપ્તાહે જ દેશમાં ૫જી ટેલિકોમ સર્વિસની શરૂઆત થઈ છે અને આ ક્ષેત્રે અંબાણી વિરૂદ્ધ મિત્તલની સીધી લડાઈ જોવા મળવાની અપેક્ષા હતી એટલેકે જિયો વિરૂધ્ધ એરટેલ. દેશના ૨જી ટેલિકોમ ક્ષેત્રે એકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના આ નવી અપગ્રેડેડ સર્વિસિસમાં પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જોકે ૫જી સ્પેકટ્રમ માટે અદાણીએ પણ અરજી કરી હતી પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે.
અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડને આખરે ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. આ લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્‌સ દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ કરી શકશે.
અદાણી ગ્રુપે તાજેતરમાં દેશમાં યોજાયેલી ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે યુનિફાઈડ લાઇસન્સ મળ્યા બાદ અદાણીની ટેલિકોમ કંપની પણ તેની ૫જી સેવાઓ સાથે દેશમાં પ્રવેશ કરી શકે છે.
અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડ (એડીએનએલ) કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું એક યુનિટ છે. પીટીઆઈના અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્‌સને યુએલ (એએસ) લાયસન્સ મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ લાઇસન્સ સોમવારે જારી કરવામાં આવ્યું છે.
૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્‌સે ૨૦ વર્ષ માટે ૨૧૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીએ ૨૬જીએચઝેડ મિલિમીટર વેવ બેન્ડ્‌સમાં ૪૦૦એમએચઝેડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે.
અદાણી ગ્રૂપે તે સમયે કહ્યું હતું કે કંપની આ એરવેવ્સને તેના ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેનો ઉપયોગ સુપર એપમાં વીજળી વિતરણથી લઈને એરપોર્ટ, ગેસ રિટેલથી લઈને પોર્ટ સુધીના બિઝનેસ માટે કરશે.
અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવા હસ્તગત કરાયેલા ૫જી સ્પેક્ટ્રમથી એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈન્ડસ્ટ્રી અને બી૨સી બિઝનેસ પોર્ટફોલિયોના સ્કેલ અને ઝડપને આગળ વધારવામાં મદદ કરશે.”

Related posts

नेटमेड्स में रिलायंस ने खरीदा 60% हिस्सा

editor

શેરબજારમાં ઉતારચઢાવ રહેવાની સંભાવના

aapnugujarat

थोक महंगाई दर 22 महीने के निचले स्तर पर, मई में घटकर 2.45%

aapnugujarat

Leave a Comment

URL