Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિની ઓનલાઈન ફરિયાદ માટેની સેવા ઠપ્પ થઈ ગઈ

અમદાવાદ શહેરમાં જયાં એક તરફ ભારે વરસાદ બાદ શહેરના તમામ છ ઝોનમાં રોજેરોજ ફરીયાદોનો ઢગલો થવા પામ્યો છે એવા સમયે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન ફરીયાદ નોંધાવવા માટેની સિસ્ટમ કોઈ અગમ્ય કારણોસર ઠપ્પ થઈ જતા શહેરીજનોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩માં અમદાવાદ શહેરમાં વસતા લોકો તેમની ફરીયાદો સીધી જ ઓનલાઈન કરી શકે એ માટે સિસ્ટમનો આરંભ કરાવ્યો હતો આ સિસ્ટમ આજે અચાનક જ બંધ થઈ જતા શહેરમાં ૧૫૫૩૦૩ નંબરની મદદથી ઓનલાઈન ફરીયાદ નોંધાવનારા લોકો ભારે હાલાકીમાં મુકાવા પામ્યા હતા એટલુ જ નહીં પરંતુ જ્યારે તેઓ દ્વારા તેમની ફરીયાદ રૂબરૂ નોંધાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તે સમયે તેમને સાફ શબ્દોમાં કહેવાયુ કે,ઓનલાઈન ફરીયાદ કરો.આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં વસતા લોકોને રસ્તાથી લઈ પાણી ભરાવાની કે અન્ય ફરીયાદો સિસ્ટમ બંધ હોઈ કયાં કરવી એ અંગે યોગ્ય જવાબ આપવા તંત્રના કોઈ અધિકારી તૈયાર જોવા મળ્યા ન હતા.

Related posts

ગોધરા ખાતે ૫.૬૨ કરોડના ચેક વિતરિત કરતા કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમાર

editor

सूखे – गीले कचरे को ‘डोर टू डम्प’ से अलग कर ले जायेंगे 

aapnugujarat

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સની બસને મોટી સંખ્યામાં મેમો અપાઇ રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1