Aapnu Gujarat
ગુજરાત

ગોધરા ખાતે ૫.૬૨ કરોડના ચેક વિતરિત કરતા કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમાર

રાજ્યની નગરપાલિકામાં અને મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન-નેતૃત્વમાં વિકાસના કામો માટે રૂા.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાકક્ષાએ કલેકટર કચેરી ખાતે આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ગોધરા સી.કે.રાઉલજી, ધારાસભ્ય કાલોલ સુમન ચૌહાણ, નગરપાલિકાઓના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ. જે.શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે ગોધરા ખાતે કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ૫.૬૨ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોધરા નગરપાલિકાને ૨.૫૦ કરોડ, હાલોલ નગરપાલિકાને ૧.૫૦ કરોડ, કાલોલ નગરપાલિકાને ૧.૧૨ કરોડ તેમજ શહેરા નગરપાલિકાને ૫૦ લાખના ચેક મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. મંત્રીએ અધિકારીઓ-પદાધિકારીઓને વિકાસકામો માટે સમયસર મળતી આ પ્રકારની ગ્રાન્ટનો ઉપયોગ કરી નાગરિકોને માળખાકીય સવલતો પૂરા પાડવા સહિતના જનસુવિધાના કામો હાથ ધરવા જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

इंटर कॉलेज कबड्डी टूर्नामेंट में दो टीम के बीच मारपीट

aapnugujarat

रिश्वत केस : सीआईडी क्राइम के पीआई शेख की अग्रिम जमानत अर्जी खारिज

aapnugujarat

म्युनिसिपल प्रशासन द्वारा ४५०० गड्ढे भरने एक करोड़ रुपये का खर्च किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1