Aapnu Gujarat
ગુજરાત

ધોરાજીના સુપેડીએ ભાજપ દ્વારા ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં જાહેર સભા

ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે,ગુજરાતની મહાનગરપાલિકામાં ભાજપના જવલંત વિજય બાદ હવે 28 તારીખે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો જંગ છે અને આ ચૂંટણીમાં આપ, કોંગ્રેસ અને ભાજપ પોત પોતાનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા અને ધોરાજી તાલુકાના સુપેડી ગામે જાહેર સભાને સંબોધી હતી. ગુજરાતમાં ભાજપની થયેલ જીતને તેઓએ ભાજપની સરકારે કરેલા કામોના હિસાબે લોકોએ ભાજપને ભવ્ય જીત આપીને સાબિત કરી દીધુ છે કે ભાજપ લોકોના કામ કરતી પાર્ટી છે. મહાનગરપાલિકામાં જીત મેળવ્યા બાદ હવે ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ મોટી બહુમતીથી જીતશે તે નક્કી છે. કારણ કે ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોના અને વિકાસના કામો કરેલા છે. તે પછી લોકડાઉનનો સમય હોય કે ખેડૂતોને તેઓની ખેત પેદાશના પુરતા ભાવનો પ્રશ્ન હોય તે તમામ પ્રશ્નો ઉપર ભાજપે લોકોના હિતમાં જ કામ કરેલા હોય, હવે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતી થી જીતશે.

Related posts

દાણીલીમડામાં નજીવા મામલે થયેલ ઝઘડામાં સાત લોકો પર હુમલો

aapnugujarat

અમદાવાદ – વડોદરા રેલવે સ્ટેશને જ બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ બનાવાશે

aapnugujarat

વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

URL