Aapnu Gujarat
Uncategorized

જેતપુરના પટેલનગરમાં ચોતરફ ગંદકીના થર

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, જેતપુરના પટેલનગરમાં ચોતરફ ગંદકીના થર અને ગંધ મારતા પાણીના ખાબોચિયાને લઈ લતાવાસીઓ ત્રાહિમામ બની ગયા છે અને ફરી એકવાર વહીવટી તંત્રને રજૂઆતોનું શરણું લીધું છે.લતાવાસીઓએ આ મામલે ચીફ ઓફીસર તથા આરોગ્ય અઘિકારીને પત્ર પાઠવી જણાવ્યુ છે કે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલી અંકુર સ્કુલ નજીક કનૈયા એપાર્ટમેન્ટમા રહેતા ફલેટ ધારકોના ગંદા પાણીનો નિકાલ ન હોય જેથી આ ફલેટમાં રહેતા તમામ લોકોએ વપરાશ કરેલું ગંદુ પાણી રોડ ઉપર ધસી આવે છે, અને જેથી આજુ બાજુમા વસવાટ કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ વ્યક્ત થઇ રહી છે. આ મામલે અગાઉ પણ લાગતા વળગતા તંત્રને લેખિત, મૌખિક જાણ કરી હતી પરંતુ બહેરા કાને અથડાઈ પરત આવી હોય તેવુ પ્રતીત થયા વિના રહેતું નથી. આથી ફરીએક વાર લોકોએ રજૂઆતનું શરણું લઇ આ સમસ્યાનો તાકીદે હલ લાવે તેવી માગણી દોહરાવી છે

Related posts

જાતિ તોડો…સમાજ જોડો…

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ હજીરા – ઘોઘા રો – પેક્સ ફેરી સર્વિસનું ઉદ્‌ઘાટન કર્યું

editor

मैं ‘तुक्के में बन गया स्टार्टअप निवेशक’ : रतन टाटा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1