Aapnu Gujarat
Uncategorized

જોબાળા સીટ પર ના ઉમેદવાર શ્રી સીતાબા કનક સિંહ રાણા ,તેમજ ચુડા તાલુકા પંચાયતની મોજીદડ ની સીટ પર ના ઉમેદવાર શ્રી વર્ષાબા લખધીરસિંહ જાદવ ના સમર્થનમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું…

  સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવેછે કે,આ પ્રસંગે વઢવાણના પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી, કિસાન મોરચાના રાજભા ઝાલા, કનક સિંહ રાણા, ડી ડી પરમાર, ચુડા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ શેખ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા હાકલ કરવામાં આવી હતીવર્ષાબેન એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ ગુજરાત રૂપાણી સરકાર દ્વારા અનેક લોકહિતના કાર્યો કરવા આવ્યા છે જેમાં મા અમૃતમ કાર્ડ દ્વારા આરોગ્યને લગતી સેવાઓ, 108 ની સેવાઓ, ખેડૂતો માટે સિંચાઇનું પાણી તેમજ દરેક ગામમાં નર્મદા મૈયાનું નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે દરેક ઘરમાં શૌચાલય, જ્યોતિગ્રામ યોજના, કિસાન સર્વોદય યોજના, કન્યા કેળવણી માટે મફત એસ.ટી.બસમાં મુસાફરી, ખેડૂતોને પીએમ કિસાન દ્વારા અનેક યોજનાઓ નો લાભ તેમજ લોક ઉપયોગી અને કાર્યો સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યા છે

  વર્ષાબેને વધુમાં જણાવ્યું હતું કે પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોક સંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે, ચૂંટણીએ જન ગણના મન સુધી પહોંચાડવાનું નિમિત્ત માત્ર છે જેના દ્વારા ઘરના સભ્યોને પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે જેમાં મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી પ્રદેશ પ્રમુખ કાર્યકરો યુવાઓ મહિલાઓ ખેડૂતો વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જન સંપર્ક માં સરખા ભાગીદાર  જન સંપર્ક માં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના થાય છે, લોકશાહી નો ધબકાર મતદાર હોય છે તેજ કમિટી મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે અને આ રીતે લોકશાહીના મૂલ્યો ને શોધ કરવામાં મહત્વનો ફાળો આપશે,લોકોની મહત્વકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના પર ખરાઊતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે

આ પ્રસંગે તેઓએ કોંગ્રેસને આડે હાથે લેવાનું નહીં ચૂક્યા ન હતાં કોંગ્રેસના રાજમાં શિક્ષણ કૃષિ રોડ રસ્તાઓ પીવાના પાણી વગેરે સમસ્યાઓથી ગામડાના લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા હતા જ્યારે આજની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અનેક લોકહિતના કાર્યો કરવા આવ્યા છે

આ પ્રસંગે તેઓ રામ મંદિરનો મુદ્દો, 370 તેમજ આંતકવાદીઓનો સફાયો જેવા અનેક મુદ્દાઓ પર લોકોનું ધ્યાન દોર્યું હતું અને જિલ્લાની 34 સીટોમાંથી સૌથી વધારે લીડથી વિજય બનાવવા લોકોને હાકલ કરી હતી

  આ પ્રસંગે તેઓએ માઈક્રો પ્લાનિંગ થી મતદારોને મતદાન કરવા તરફ લઈ જવા તેમ જ જંગી મતદાન થાય તે માટે જાગ્રત રહેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું તેમજ દરેક વોર્ડમાંથી પેજ પ્રમુખ તથા સભ્યો વધારે વધારે લીડથી પોતાનો ઉમેદવાર જીતે તે માટે સતત કાર્યરત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું

Related posts

ગીર ગઢડામાં ૧ કલાકમાં ૩, જસદણ પંથકમાં ૧ વરસાદ

editor

પ્રભાસ તીર્થધામમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરાની ભવ્ય ઉજવણી

aapnugujarat

મંદસૌરમાં થયેલ છ ખેડૂતો ની હત્યાને વખોડતા ગુજરાત કિશાન મોરચાના અધ્યક્ષ ઉષાબેન કુસકીયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1