Aapnu Gujarat
Uncategorized

મંદસૌરમાં થયેલ છ ખેડૂતો ની હત્યાને વખોડતા ગુજરાત કિશાન મોરચાના અધ્યક્ષ ઉષાબેન કુસકીયા

મધ્યપ્રદેશના મંદસૌર માં ખેડુતો દ્વાર પોતાની વ્યાજબી માંગણી ઓ બદલ આંદોલન કરવામાં આવતા આ વખતે પોલીસ દ્વારા ખેડુતો ઉપર અંધાધુંધ ગોળીઓ નો વરસાદ વરસાવી ને છ ખેડુતો ને મોત નો ઘાટ ઉતારેલ હોય તે ઘટનાને ઉષાબેન કુસકીયાએ દુ:ખ સાથે શખ્તશબ્દોમાં બખોડી કાઢેલ છે.

ઉષાબેન કુસકીયાએ વધુમાં જણાવેલ કે ભા.જ.પ.ના સાસનમાં સમગ્ર ભારત દેશના કિશાનોની હાલત ખુબજ કફોડી બની રહેલ છે ખાસ કરીને નોટ બંધીની આડ અસરોના કારણે ખેડુતોની આર્થિક મુશ્કેલીઓ એટલી હદે વધવા લાગી છે કે દેશભર ના ખેડુતો પાયમાલ બની રહ્યા છે. તેનો પ્રથમ દર્શનીય પુરાવો તાજેતરમાં જાહેર કરાયેલ જી.ડી.પી. ના આંકડા ઉપરથી નક્કી થઈ રહ્યો છે. જ્યારે દેશભર ના ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી જન્મેલ હોય ઠેર ઠેર ખેડુત આંદોલનો થઈ રહયા છે. આવા સંજોગોમાં ખેડુતોની લોન માફી ની માંગણીઓ તદન વ્યાજબી અને ખરી છે ત્યારે સરકારે તેની ગંભીરતાથી નોંધ લેવી ઘટે તેના બદલે ખેડુતો ઉપર અત્યાચારો થઈ રહેલ છે તે બદલ ખેદ વ્યક્ત કરેલ છે. ઉષાબેન કુસકીયાએ નોટબંધી અને કેશલેશના નિર્ણયને જવાબદાર ઠેરવી ને જણાવેલ કે આના કારણે દેશભર ના કિશાનોની મુશ્કેલીઓ સાથે ભારે આર્થિક સામનો કરવો પડી રહેલ છે. ત્યારે આ બાબતે ગંભીર વિચારણા માંગી લેશે ત્યારે સરકાર આ બાબતે યોગ્ય કરે તે ખુબજ જરૂરી છે એમ જણાવેલ છે.

Related posts

સુરતમાં ફરી કોરોનાએ ઉચાળો ભર્યો

editor

હેલ્પ ફાઉન્ડેશન દ્વરા કોરોના વોરિયરને સન્માનિત કરવામાઆવ્યા

editor

માંગરોળ તાલુકાનાં માનખેત્રામાં માતા-પુત્ર-બે પુત્રીની સામુહિક હત્યાથી ભારે ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1