Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી.

  મહેસાણા થી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, મહેસાણા જીલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે.મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો,૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તેમજ વિસનગર,મહેસાણા,કડી અને ઊંઝા પાલિકાની ૩૮વોર્ડની ૧૫૨ બેઠકો પર ૨૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે.

  આજે મહેસાણા જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજી સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.મહેસાણા નગરપાલિકામાં ૧૧વોર્ડ માટે ૪૪ ઉમેદવારો મેદાને ઉતરશે.વિસનગર નગરપાલિકામાં ૯ વોર્ડ માટે ૩૬ ઉમેદવારો મેદાને પડ્યા છે.કડી નગરપાલિકામાં ૯ વોર્ડ માટે  ૩૬ઉમેદવારો મેદાને છે.

Related posts

સુરતમાં નિષ્ઠુર માતાએ બે નવજાત શિશુને કર્યા કચરા પેટીને હવાલે

aapnugujarat

काइट फेस्टिवल : आसमान में रंग-बिरंगी पतंगें दिखी

aapnugujarat

बच्ची के साथ बलात्कार बाद हत्या केस में सूरत सेशंस कोर्ट ने आरोपी को फांसी की सजा सुनाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1