Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં નિષ્ઠુર માતાએ બે નવજાત શિશુને કર્યા કચરા પેટીને હવાલે

સુરતમાં ફરી એક વખત માનવતા શર્મશાર થાય તેવી ઘટના બની છે. સુરતના ઉન વિસ્તારમાં આવેલી કચરા પેટીમાંથી કોઇકે બે નવજાત શિશુને ફેંકી દીધાની ઘટનાએ સ્થાનિકોને હચમચાવી મૂક્યા હતા. જ્યારે બે મૃત નવજાત શિશુઓને ફેંકી દેનાર નિષ્ઠૂર માતા-પિતા પ્રત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.બાળકો માટે કેટલાક લોકો પથ્થર તેટલા દેવ પૂજતા હોય છે ત્યારે કુદરતે આપેલા ખોળાના ખૂંદનારને આજકાલ ત્યજી દેવાની ઘટનાચિંતા જન્માવી રહી છે ત્યારે સુરતમાંથી ફરી એક વખત નવજાત શિશુઓને ત્યજી દેવાયાની ઘટનાએ અરેરાટી પ્રસરાવી છે.
સુરતના ઉન વિસ્તારમાં આવેલી કચરા પેટી પાસેથી રવિવારે સવારે સાત કલાકના સુમારે બે નવજાત શિશુ મૃત હાલતાં મળી આવ્યા હતા. જ્યારે કચરો લેવા ટ્રેકટર ચાલક આવ્યો ત્યારે તેની નજર પડતા તેણે સ્થાનિકોને જાણ કરતા પોલીસને જાણ કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં નવજાત શિશુ મળવાની આ પાંચમી ઘટના સામે આવી છે, ત્યારે આ ઘટનામાં પોલીસ શું નિષ્ઠુર માતા-પિતા સુધી પહોંચી શકે છે કે કેમ તે મહત્વનું બની રહેશે.
ઉન ભીંડી બજાર વિસ્તારમાં આવેલી કચરા પેટીમાં બે નવજાત મૃત ભ્રૂણ પડયા હોવાની ખબર પડતા જ પાંડેસરા અને સચીન જીઆઇડીસી પોલીસ આવી હતી. જો કે, બંને પોલીસ વચ્ચે હદને લઇને પાંચ કલાકથી પણ વધુ સમય સુધી વિવાદ ચાલ્યો હતો. જેના કારણે બે શિશુના મૃતદેહ રઝળી પડ્યા હતા. આખરે પાંડેસરા પોલીસે આ ભ્રૂણનો કબજો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને નવજાત શિશુ ફેકનારી અજાણી નિષ્ઠુર માતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તો બીજી તરફ બે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યાના સમાચાર વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરતા લોકોએ આ રીતે મૃત હાલતમાં નવજાત શિશુઓને તરછોડી દેનાર માતા-પિતા સામે ફિટકારની લાગણી વરસાવી હતી. બે નવજાત શિશુઓને મૃત હાલતમાં જોતાની સાથે જ સ્થાનિકોના હૃદય પણ દ્રવી ઉઠ્યા હતા. કેવી ક્રૂર માતા હશે, જેણે આ નવજાત શિશુઓને કચરા ભેગી સડવા માટે ફેંકી દીધા હશે? શું કોઈનીયે નજર નહિ પડી હોય? જ્યારે આ નવજાત શિશુઓને કચરા પેટીમાં ફેંકાઇ હશે ત્યારે શું કોઇનીય નજર નહીં પડી હોય? આ બે નવજાત શિશુ કોણ હશે? કોઇના પાપનું પરિણામ કે મજબરી? સહિતના પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

Related posts

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સેટેલાઇટ ગેંગરેપ : પીડિતાએ ફરી કોર્ટમાં અરજી કરી

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીની નવતર પહેલ

editor

Leave a Comment

UA-96247877-1