Aapnu Gujarat
ગુજરાત

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં ૧૪મી એપ્રિલ ડૉ.બી.આર.ઑબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય માટેની આવકની મર્યાદા અઢી લાખ થી વધારીને ૬ લાખની કરવામાં આવી હતી.

ઉપરાંત અનુસુચિત જાતિના કલ્યાણ માટેની યોજનાઓ વર્તમાન સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિ મોરચા દ્વારા ભાજપ અનુ જાતિ મોર્ચા ના રાષ્ટ્રીય મહામંત્રી તથા સાંસદ શ્રી ભોલાસિંહ ની વિશેષ ઉપસ્થિતિ માં સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા સભાગૃહ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર તથા રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલનું ઋણ સ્વીકાર સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમની શરૂઆતમાં અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને લોકસભા સાંસદ ભોલાસિંહ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી સુરેશ કૈરો તથા ઝાંઝરકા ગુરુગાદીના મહંતશ્રી અને મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુપ્રસાદ ટુંડિયા ઉપરાંત મોરચાના હોદ્દેદારો દ્વારા બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકરની છબીને પુષ્પમાળા અર્પણ કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ મોરચાના મહામંત્રી વિક્રમ ચૌહાણ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતં. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યુમ્ન વાજાએ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને સમગ્ર સમાજ વતી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં પોતાની જાતને આર્ત્મનિભર બનાવવા માટે સમાજના બાળકોને વધુ ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો અને સરકાર હંમેશા માટે મદદરૂપ થશે એવી હૈયાધારણ આપી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.

આજના પ્રસંગે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, મહેસાણાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ધારાસભ્ય લાખાભાઈ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, પ્રદેશ મહામંત્રી ગૌતમ ગેડિયા, મીડિયા પ્રભારી દેવેન વર્મા, અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ તેમજ વિવિધ જીલ્લા મંડળોના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આજના કાર્યક્રમમાં સમાજના વિવિધ સંગઠનો, સામાજિક અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા મંત્રીશ્રીઓનુ સન્માન કર્યું હતું.

(તસવીર – અહેવાલ – વિનોદ મકવાણા, ગાંધીનગર)

Related posts

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું

aapnugujarat

રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાની ભલામણ ગુજરાત કોંગ્રેસ કરી,મીટીંગમાં થયો અગત્યનો ઠરાવ

aapnugujarat

અમદાવાદનાં સપૂત શહીદ કેપ્ટન નિલેશ સોનીને યાદ કરી તેમનાં જન્મદિનની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1