Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીની નવતર પહેલ

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની ખમીરવંતી મહિલાઓ સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે, તેવા હેતુસર ભારતીય થલસેનામાં સશક્ત મહિલાઓ માટે સોલ્જર જનરલ ડ્યુટી પદ માટે યોજાનાર લશ્કરી ભરતીરેલી – ૨૦૨૧ દરમિયાન જરૂરી દસ્તાવેજ તેમજ આનુસંગિક બાબતો વિષયક માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંતકુમાર ત્રિવેદી તેમજ કચેરીના કાઉન્સેલરશ્રીઓ દ્વારા ડિજિટલ માધ્યમ Google Meet મારફત આગામી તા.૧૫.૬.૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ વેબીનારમાં જોડાવા ઇચ્છતા લોકો એ Google Meet એપ્લીકેશનના માધ્યમથી પ્રસ્તુત લિંક https://meet.google.com/pog-ztqm-kwj પર ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઇવ વેબીનારમાં જોડાઈ શકશે. આ લિંક સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીના સોશિયલ મીડિયા માધ્યમ પરથી પણ મેળવી શકાશે. આ બાબતે વધુ વિગતો મેળવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી- સુરેન્દ્રનગરના ટેલીફોન નં. ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Related posts

નોકરી પુરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંક ઉપર રહ્યું : ઠાકોર

aapnugujarat

જમીન રિ-સર્વે ગોટાળાને લઇ વર્ગવિગ્રહ થઇ શકે છે : વિપક્ષ

aapnugujarat

પર્યાવરણનું બલિદાન આપી વિકાસ નહીં : રુપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1