Aapnu Gujarat
ગુજરાત

લીબંડી ડિવિઝન કચેરી ખાતે સૌકા વાસીઓ દ્વારા વીજ સમસ્યા અંગે રજૂઆત કરાઈ

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, લીંબડી તાલુકાના સૌકા ગામે છેલ્લા ઘણાં સમયથી વીજ (લાઈટ) ની સમસ્યા સતત રહે છે. દિવસમાં ઓછામાં ઓછી 15થી 20 વખત વીજળી ગુલ થઈ જાય છે. જ્યોતિગ્રામ યોજનામાં સમાવેશ હોવા છતાં અવારનવાર થતાં વીજ ફોલ્ટને કારણે દિવસમાં 4થી 5 કલાક સૌકાના ગ્રામજનોને વીજળી વીના રહેવું પડે છે. ઉનાળામાં તો વીજ સમસ્યા વધી જાય છે. લો-વોલ્ટેજ કારણે વીજ ઉપકરણોને પણ ભારે નુકશાન પહોંચે છે.
સૌકા ગામે વસ્તડી-SSથી વીજળી આપવામાં આવે છે. વસ્તડી ફિડરમાં 10 ગામો, હાઈવેની હોટલો સહિતના વ્યવસાયનો વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. વસ્તડીથી સૌકા અંદાજે 20 કિ.મી દૂર છે. વસ્તડી-SSમાં સૌકા સૌથી છેલ્લું ગામ છે. વસ્તડી-SS નીચે આવતાં નેશનલ હાઈવે કે કોઈ ગામમાં વીજ ક્ષતિ સર્જાય એટલે સૌકા ગામની વીજળી કાપી નાંખવામાં આવે છે. અવાર-નવાર વીજ કાપ અને લો-વોલ્ટેજથી ગ્રામજનો કંટાળી ગયા છીએ.
હાઈવે પર આવેલી HFM હોટલ સુધી લીંબડી શહેરનો વીજ પ્રવાહ આવે છે. HFM હોટલથી નંદનવન હોટલ સુધી 5 જેટલા વીજ પોલ ઉભા કરી સૌકા ગામની વીજ લાઈનને તેમાં જોડી દેવામાં આવે તો અમારા ગામની વીજ સમસ્યાનો હલ આવી શકે છે. સૌકા ગામે હાલ એક જ ટી.સી (ટ્રાન્સફોર્મર) છે જો બીજું ટી.સી મૂકી ગામને બે (2) વિભાગોમાં વહેંચી દેવામાં આવે તો વીજ સમસ્યા અને લો-વોલ્ટેજના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે છે. સૌકાના ગ્રામજનોની રજૂઆતને સત્વરે ધ્યાને લઈ યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની અમારી માંગણી છે.

Related posts

નવ પૈકી છ બાળકો અધૂરા માસે જનમ્યાં હોવાનું તારણ : સિવિલમાં શિશુઓનાં મોત મામલે ખુલાસો

aapnugujarat

ગૌશાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : કોંગ્રેસ

aapnugujarat

શાહીબાગ દુર્ઘટના પછી ફાયર NOCનું ભૂત ફરીવાર ધૂણ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1