Aapnu Gujarat
ગુજરાત

સેટેલાઇટ ગેંગરેપ : પીડિતાએ ફરી કોર્ટમાં અરજી કરી

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ભોગ બનનાર પીડિતાના પિતા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી એક નવી રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આ નવી અરજીમાં પીડિતાએ સમગ્ર કેસમાં પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને આરોપીઓના નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપીંગ ટેસ્ટ શંકાસ્પદ સંજોગોમાં થયા હોઇ તેની સામે ગંભીર સવાલો ઉઠાવી તેને માન્ય નહી રાખવા માંગણી કરી છે. હાઇકોર્ટે પીડિતાની અરજી ધ્યાને લઇ રાજય સરકાર અને શહેર પોલીસ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી હતી. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી તા.૨ ઓગસ્ટના રોજ મુકરર કરી છે. પીડિતા તરફથી કરાયેલી અરજીમાં એડવોકેટ દક્ષેશ મહેતાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અગાઉ આ કેસમાં જયારે પીડિતાએ તેનું સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નહી નોંધાતા અને ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ દ્વારા અભદ્ર વર્તન થયુ ત્યારે પિટિશન કરી હતી. જેમાં કોર્ટની દરમ્યાનગીરીને પગલે સરકારપક્ષ અને પોલીસે પીડિતાની માંગણી મુજબ, ૧૬૪નું નિવેદન નોંધી જે.કે.ભટ્ટને કેસની તપાસમાં હટાવી લીધા હતા. એ વખતે પીડિતાએ પોતાની અરજી પાછી ખેંચી ત્યારે કોર્ટે અરજદારને સ્પષ્ટ લિબર્ટી આપી હતી કે, ભવિષ્યમાં આ કેસમાં કોઇપણ તકલીફ કે સમસ્યા ઉભી થાય તો તે નવી રિટ અરજી દાખલ કરવા સ્વતંત્ર છે. જેથી પીડિતા તરફથી આ નવી અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં પોલીસ આરોપીઓને છાવરી રહી છે. સૌથી આઘાતજનક વાત તો એ છે કે, આજે ફરિયાદ દાખલ થયે એક મહિનો થયો છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરાઇ નથી. એટલું જ નથી, પોલીસ ગુનેગારોને મદદ કરી રહી હોય તેમ તેઓના તાત્કાલિક અને શંકાસ્પદ સંજોગોમાં તાબડતોબ નાર્કો એનાલિસીસ ટેસ્ટ અને બ્રેઇન મેપીંગ ટેસ્ટ કરી દેવાયા. સૌથી નોંધનીય વાત એ છે કે, તા.૨૬-૬-૧૮એ પીડિતાએ ફરિયાદ નોંધાવી તેના ચાર દિવસ બાદ તા.૧લી જૂલાઇએ આરોપી વૃષભ મારૂ પોલીસ સમક્ષ નાટયાત્મક રીતે હાજર થઇ ગયો અને અન્ય આરોપીઓ પણ તે પહેલાં પોલીસ સમક્ષ હાજર થઇ ગયા. એ પછી તા.૪થી જૂલાઇએ કોર્ટે આરોપીઓની નાર્કો એનાલિસીસ ટેસ્ટની અરજી મંજૂર કરી દીધી અને તા.૫મી જૂલાઇએ બ્રેઇન મેપીંગની અરજી મંજૂર કરી દીધી. વાસ્તવિકતા એ છે કે, માત્ર ચાર દિવસમાં પોલીસ કેવી રીતે નક્કી કરી લીધું કે, આરોપીઓના નાર્કો અને બ્રેઇન મેપીંગ ટેસ્ટ કરાવવા છે. પોલીસે આરોપીઓ કેસની તપાસમાં સહકાર નથી આપતાં તેવું ગ્રાઉન્ડ કોર્ટમાં લીધું હતું પરંતુ જો આરોપીઓ સહકાર ના આપતા હોય તો, તેમની ધરપકડ કરવી જોઇએ, તેમના રિમાન્ડ મેળવવા જોઇએ. એટલું જ નહી, પોલીસ સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરી પીડિતાને વારંવાર પોલીસમથક નિવેદન આપવા બોલાવી રહી છે કે જયારે સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું છે, પોલીસે આવા કેસોમાં પીડિતાના ઘેર જઇને નિવેદન નોંધવું. પોલીસે પીડિતાના તા.૨૬-૬-૧૮ના રોજ લેવાયેલા નિવેદનની કોપી પણ હજુ સુધી તેને આપી નથી. આમ, સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ અને આરોપીઓને છાવરવાની હોઇ હાઇકોર્ટે દરમ્યાનગીરી કરી જરૂરી હુકમો કરવા જોઇએ.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

राजद्रोह के मामले में हार्दिक तथा अन्यों के खिलाफ चार्जफ्रेम की प्रक्रिया फिलहाल स्थगित रखने कोर्ट में पेशकश

aapnugujarat

अंबाजी के पैदलयात्री-भक्तों की परेशानी के मुद्दे पर हाईकोर्ट में पीआईएल

aapnugujarat

वेजलपुर में रोड पर के दस सीसीटीवी कैमरे दो वर्ष से बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1