Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર પોલીટેકનીક ચોકડીથી સિવિલ હોસ્પિટલ ડામર રોડ બિસમાર હાલતમાં !!

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક કહેવાતા હિંમતનગર શહેરના પોલીટેકનીક ચોકડીથી નવીન સિવિલ હોસ્પિટલનો ડામર રોડ પર મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં હિંમતનગર નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે. વિકાસની વાતો ખાલી હિંમતનગર નગરપાલિકાના કાગળો ઉપર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હિંમતનગર નવીન સિવિલ હોસ્પિટલ રોડ પર સરકારી પોલીટેકનીક મેડિકલ કોલેજ અને આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવ્યો છે તેમજ આ રોડ પરથી ગઢોડા ગામના ગ્રામજનો પણ આ રોડ પર અવરજવર કરે છે. સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને જાણ કરી હોવા છતાં પણ તંત્ર આ રોડ નવીન બનાવવા અને સમારકામ કરવા તૈયાર નથી, આ રોડ પર સિવિલ હોસ્પિટલ આવેલ હોવાના કારણે વારંવાર આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પસાર થાય છે ખુબજ સાંકડો રોડ હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ વિસ્તાર હિંમતનગર નગરપાલિકા વોડ નંબર ૬માં ભાજપ ના સદસ્યો ચૂંટાઈ આવેલ હોય આજ દિન સુધી આ રોડ બનાવવામાં અસફળ રહ્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ સહિતના અન્ય રાજકીય અગ્રણીઓ આ વિસ્તારમાં રહે છે. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં સરકારી પોલીટેકનીક, મેડિકલ કોલેજ, આર્ટસ અને કોમર્સ કોલેજ અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો પણ આવેલ છે છતાં પણ આ રોડ પર સ્ટ્રીટ લાઈટ ના હોવાના કારણે વારંવાર આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેમજ આ રોડ પર લાઈટ ના હોવાને કારણે વારંવાર ઘરફોડ ચોરીઓના બનાવ પણ બની ચૂક્યા છે, સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવે છે, ઇમરજન્સી સારવારમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે અને અન્ય વાહનો મારફતે દર્દીને સિવિલ હોસ્પિટલમાં જતા આ રોડ પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હિંમતનગર નગરપાલિકાના ખાડે પડેલો વહીવટી તંત્રનો વહેવાર ક્યારે ઉજાગર થઇ રોડ પર સમારકામ હાથ ધરશે, તે જોવાનું રહ્યું.

(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૨૬૦ કરોડનાં કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

દિયોદરની અંબિકાનગર સોસાયટીમાં હવન યોજાયો

aapnugujarat

દેશ માટે પહેલાથી વધુ મહેનત કરશે : મોદીની લોકોને ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1