Aapnu Gujarat
ગુજરાત

બોરીયા ખાતે કોવીડ રસીકરણ કાર્યક્રમ યોજાયો

કોવિડની મહામારી બાદ લોકડાઉન અને અનલોકમાં હવે રસીકરણની કામગીરી શરૂ કરવામા આવી છે જેમાં શહેરા તાલુકાના બોરીયા ખાતે રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રસીકરણ કાર્યક્રમાં આશાવર્કર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જીલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્ય કર્મીઓને રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડોકર્ટસ તેમજ આરોગ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ડોકટર્સની દેખરેખમાં રસીકરણ કરાયું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

गुजरात में राज्यसभा की दोनों सीटों पर बीजेपी की जीत हुई

aapnugujarat

वाडज में डॉ. बाबासाहब प्रतिमा से चश्मे की फ्रेम कोई निकालकर ले गया

aapnugujarat

સોમનાથમાં આવેલાં હિંગળાજ માતાજીનાં મંદિરમાં ચમત્કાર સર્જાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1