Aapnu Gujarat
ગુજરાત

સોમનાથમાં આવેલાં હિંગળાજ માતાજીનાં મંદિરમાં ચમત્કાર સર્જાયો

મૃતિૅ ઉપર એક ચાંદીનું છત્ર મંદિર છતની હુક સાથે ત્રાંબાના તારથી લટકાડવામાં આવેલ છે જે છત્ર ધડિયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા તો ક્યારેક ગોળાકાર અચાનક સતત ઝુલવા લાગતાં તેની જાણ લોકોને થતાં મોડી રાત્રી સુધી આ દ્રશ્ય નિહાળવા લોકોની ભારે ભીડ અને કતારો લાગી હતી અને માતાજીના દર્શન પુજન કરી ઘણાં લોકોએ પોતાના મોબાઈલમાં આ દિવ્ય દ્રશ્ય કેદ કર્યું હતું. દરજી જ્ઞાતિનાં અગ્રણી સુભાષભાઇ વૈયાટા કહે છે કે, આ મંદિરમાં દર અમાસે સત્સંગ મંડળ સત્ય નારાયણ કથા કરે છે અને કથા બાદ દીપમાળા દીવડાઓ પ્રગટાવે છે અને માતાજીની સમુહમાં આરતી ધુન- ભજન કરે છએ.
આ કાર્ય ચાલુ હતું ત્યારે ગત રાત્રે ૭ઃ૧૫ વાગ્યે બહેનોએ એક આશ્ચર્ય ચમત્કાર જોયો કે માતાજીનું છત્ર સતત ઝુલવા માંડ્યું છે જે ક્યારેક ગોળાકાર ધુમરડો તો મોટભાગે ધડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા જઇ ફરી પાછું ફરતું હતું. આમ સતત પાંચ કલાક સુધી છત્ર ઘુમતું રહ્યું અને મધ્ય રાત્રિએ ૧૨ઃ૧૫ કલાકે છત્ર ફરતું બંધ થઈ ગયું.
આ વાતની જાણ ગામ ગામડાઓમાં થતાં મંદિર સાંજથી રાત્રી સુધી દર્શનાર્થી ભારે ભીડ અને કતારો લાગી હતી. આ મંદિર મા પંખો નથી મોટી બારીઓ નથી મંદિર એકદમ સાંકડુ છે અને પવનનો જરાય અવકાશ નથી છતાં છત્ર ઝુલતુ રહ્યું જેને અનેક લોકો પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કરી લીધું. મંદિર પુજારી પરિવારના વનિતા અપારનાથી કહે છે કે અમે પાંચ પેઢીથી આ મંદિરનાં પુજારી છે એ આવી દિવ્ય ધટના પહેલીવાર જોઈ.
(વિડીયો / અહેવાલ :- સુરેશ ચાંડપા, સોમનાથ)

Related posts

શક્તિપીઠ અંબાજીમાં પૂનમ મેળો શરૂ

aapnugujarat

१०७३ गैरकानूनी निर्माणकार्य शहर को हेरिटेज के टेग से दूर रखेगे

aapnugujarat

अहमदाबाद सिविल अस्पताल में दो गुप्तांग के साथ जन्में बच्चे का सफल ऑपरेशन किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1