Aapnu Gujarat
ગુજરાત

શક્તિપીઠ અંબાજીમાં પૂનમ મેળો શરૂ

યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આજે પરંપરાગતરીતે ભવ્ય શરૂઆત થઇ હતી. ભાદરવી પુનમના મહામેળાનો કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના હસ્તે અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી મુકામે દાંતા રોડ ઉપર આવેલ પ્રદર્શન ગેલેરીની બાજુમાં, મેઇન રોડ ઉપર કલેકટરના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવો અને માઇભક્તોએ રથને થોડેક સુધી ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત હજારો માઇભક્તો પદયાત્રીકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.
પ્રદર્શન ડોમમાં માહિતી ખાતાના અદ્યતન પ્રદર્શનનુ કલેકટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. કલેકટરએ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ. આ મેળો ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તૈયારીઓને ધ્યાનમાં લઇને પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. મેળાની તમામ તૈયારીઓ ગઇકાલે જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. માતા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જોવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-હિંમતનગર રાજમાર્ગ ઉપર ઉદય ફાર્મમાં શ્રદ્ધાળુઓ માટે આરામ, ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા કેન્દ્રો ચલાવનાર લોકોનું કહેવું છે કે, વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને માલપુવા, ખીર, શાકભાજી અને નાસ્તા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ફાર્મ હાઉસમાં રહેવા અને ન્હાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓ હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે જેથી તંત્ર દ્વારા સાવચેતી પગલા લેવાયા છે.

Related posts

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

aapnugujarat

રાજપીપલાની આઇટીઆઇ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની કરાયેલી ઉજવણી

aapnugujarat

યુવકે યુવતીના ફોટા પોર્નસાઇટ પર અપલોડ કરી દેતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1