Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલાની આઇટીઆઇ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની કરાયેલી ઉજવણી

 મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના ભાગરૂપે હાથ ધરાયેલી રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આજે રાજપીપલા આઇટીઆઇ ખાતે જિલ્લા પ્રશાસનનાં ઉપક્રમે યોજાયેલી મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીનાં કાર્યક્રમને જીઆઇડીસીના પ્રમુખશ્રી કિરણભાઇ, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયા, લીડ બેંક ઓફિસરશ્રી વિજયભાઇ વસાવા, આઇટીઆઇના આચાર્યશ્રી એ.ટી ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજરશ્રી એચ.આર. મોરે અને કુટીર ઉદ્યોગ અધિકારીશ્રી એમ.આર. શાહ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને તાલીમાર્થી બહેનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ મહિલા સ્વાવલંબન દિનની ઉજવણીનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, મહિલાઓમાં રહેલી ટેકનીકલ વિશેષ શક્તિને ઉજાગર કરવા ધંધા-રોજગાર, નોકરી કે પ્રાઇવેટ સેક્ટરમાં ઔદ્યાગિક ભરતી મેળાઓ યોજવામાં આવે છે. અતુલ પ્રાઇવેટ લિ., શ્રી કૃપા સ્પીનર્સ લિ. વગેરે જેવા પ્રાઇવેટ સેક્ટરમાં બહેનોને લગતી રોજગારીની તકો ઉપલબ્ધ બને છે. હવે રોજગાર-વ્યવસાય-નોકરી જેવા દરેક સેક્ટરમાં બહેનો માટે ૩૩ ટકા અનામતનો લાભ ઉપલબ્ધ કરાયો છે. ત્યારે બહેનો તેમની આ શક્તિ-તાકાત અને મેરીટ્સના આધારે જે તે સંસ્થામાં ઓનલાઇન નોંધણી કરીને તેમની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર થાય તે જોવા તેમણે અનુરોધ કર્યો હતો.

નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલાએ તેમનાં ઉદબોધનમાં મહિલાઓને સ્વાવલંબન બનવા માટે સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી અને રોજગારલક્ષી યોજનાઓ સંદર્ભે જરૂરિયાતમંદોને યોજનાકીય લાભો મેળવવામાં સરળતા રહે તે માટે રાજ્ય સરકારનાં માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી બેરોજગારોને તેમની શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં સહાયરૂપ બનતા રોજગાર સમાચાર સાપ્તાહિકની સાથોસાથ રાજ્ય સરકારનાં મુખપત્ર ગુજરાત પાક્ષિક તેમજ વિવિધ પ્રકીર્ણ પ્રકાશનો તેમજ વિભાગીય યોજનાલક્ષી પ્રકાશનોની પ્ણ જાણકારી આપી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજરશ્રી એચ.આર. મોરે અને શ્રી એમ.આર. શાહ તેમનાં ઉદબોધનમાં બાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત ઉપલબ્ધ ૩ પ્રકારની વિવિધ લોન અંગે તેમજ નાના-મોટા ઉદ્યોગ માટે ૧૫ જાતની પ્રોજેક્ટ પ્રોફાઇલની જાણકારી આપી હતી. રૂા.૧૦ હજાર થી માંડીને રૂા. ૮ લાખની લોન હેઠળ રૂા. ૬૦ હજારથી લઇને રૂા. ૧.૨૫ લાખની સુધીની સબસીડી ચૂકવવામાં આવે છે, ત્યારે બહેનોને પણ સ્વરોજગારીની આ દિશામાં ડગ માંડવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે લીડ બેન્ક ડીસ્ટ્રીક્ટ મેનેજરશ્રી (બેન્ક ઓફ બરોડા) શ્રી વિજયભાઇ વસાવાએ તેમનાં પ્રાસંગિક ઉદબોધનમાં ખેલ-કૂદ ક્ષેત્રના મેરી કોમ અને સાનીયા મિર્ઝાના ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આપણે પોતાની જાતને સ્વાવલંબી કઇ રીતે કરી શકીએ ? તે માટે તેમણે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પ્રસંગે ૧૮૧-મહિલા અભયમના શ્રી શીતલબેન ચૌધરીએ ૧૮૧-મહિલા અભયમની સેવાની વિસ્તૃત જાણકારી આપવાની સાથે આ સેવાના માધ્યમથી બહેનોને સરકારની કલ્યાણકારી યોજનાઓની યોજનાકીય જાણકારી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજરશ્રી મોરે, મીશન મંગલમનાં ઇન્દુબેન, આઇટીઆઇનાં આચાર્યશ્રી એ.ટી.ચૌધરીએ પણ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં મહિલા સ્વાવલંબનને લગતી જાણકારી પુરી પાડી હતી.

Related posts

गुजरात में दो दर्जन आइपीएस अधिकारियों के तबादले

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા ૨૧ થી ૨૬ એ યોજાશે

editor

वडोदरा में बाढ़ के १७ दिन बाद भी नहीं मिली सहायता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1