Aapnu Gujarat
ગુજરાત

યુવકે યુવતીના ફોટા પોર્નસાઇટ પર અપલોડ કરી દેતાં ચકચાર

શહેરના સીજી રોડ પર આવેલી એક બેંકમાં નોકરી કરતી અને આંબાવાડી વિસ્તારમાં રહેતી યુવતીના બિભત્સ ફોટો અને વીડિયો જુદી જુદી પોર્ન સાઇટ પર મૂકી તેને હેરાન-પરેશાન અને બદનામ કરનારા વિકૃત માનસિકતા ધરાવતાં યુવતીની સોસાયટીમાં જ રહેતા પરિણિત યુવકની વિરૂધ્ધ શહેર ક્રાઇમબ્રાંચમાં એક ગંભીર ફરિયાદ નોંધાવા પામી છે. ક્રાઇમબ્રાંચે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી રિધમ શાહની ધરપકડ કરી તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે, આરોપી યુવક રિધમ શાહે યુવતીના નામનું ફેક આઇડી બનાવી બેંકની નોકરીમાં તેના રાજીનામાનો ઇ-મેલ કરી દીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતી અને સીજી રોડ પરની બેંકમાં નોકરી કરતી યુવતી તેની જ સોસાયટીમાં રહેતા પરિણિત યુવક રિધમ શાહના પરિચયમાં આવી હતી. બાદમાં રિધમના લગ્ન થઇ જતાં યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. દરમ્યાન રિધમ શાહને મોબાઇલ કંપનીની એજન્સી હોઇ યુવતીએ તેના ત્યાં ફોન રિપેર કરાવવા ગઇ ત્યારે રિધમે ચાલાકીથી તેની પાસેથી તેનો પાસવર્ડ જાણી લીધો હતો અને બાદમાં તેને ધમકી આપી બિભત્સ વાતો કરવા મજબૂર કરી તેનો વીડિયો અને ફોટ બનાવી લીધા હતા. જો કે, રિધમ શાહે બાદમાં તેની વિકૃત માંગો ચાલુ કરતાં યુવતીએ તેને બહુ દાદ આપી ન હતી. જેનાથી નારાજ થઇ આરોપી રિધમ શાહે યુવતીના ફોટા અને વીડિયો અલગ અલગ પોર્ન સાઇટ પર અપલોડ કરી લીધા હતા. એટલું જ નહી, આરોપીએ યુવતીને તેને સોસાયટીમાં અને મિત્રવર્તુળમાં બદનામ કરી દેવાની ધમકી આપી તેને હેરાન-પરેશાન કરી નાંખી હતી. આરોપી રિધમ શાહની વિકૃત માનસિકતા અને પજવણીથી કંટાળેલી યુવતીએ આખરે શહેર ક્રાઇમબ્રાંચમાં તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ કેસની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી રિધમ શાહની ધરપકડ કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવથી આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવકોથી યુવતીઓએ ચેતવાની જરૂર છે તેવો સંદેશો જરૂર મળે છે.

Related posts

WINE EFFECT : ગિફ્ટ સિટીમાં પાંચ જ દિવસમાં થયા 500 કરોડથી વધુના પ્રોપર્ટી સોદા

aapnugujarat

વિજાપુર ખણુસાની અલકા ઈન્ડસ્ટ્રીએ રાજકોટની કંપની સામે કાર્યવાહી કરવા કરી રજુઆત

editor

પાટણમાં અવિરત વરસાદ, સિપુ ડેમમાં ગાબડું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1