Aapnu Gujarat
શિક્ષણ

ડભોઈની સ્કૂલોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

આજરોજ ૭૨માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડભોઇ દર્ભાવતી નગરીની દયારામ હાઈસ્કૂલ, એમ.પી.દેસાઈ હાઈસ્કૂલ, નવપદ હાઈસ્કૂલ ખાતે તથા અન્ય શાળાઓમાં ધ્વજારોહણ કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું સ્લોગન કરી પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સાથે આ પ્રસંગે શાળા સંચાલક અને મંત્રીગણ તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા સરકારના આદેશ અનુસાર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટનસ માસ્ક અને સેનેટાઈઝર પ્રક્રિયાનું ખાસ ધ્યાન રખાયું હતું. દયારામ સ્કૂલ ખાતે દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપક જી. ભોઈવાલા તથા શાળાના ટ્રસ્ટીગણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અન્ય સ્કૂલોમાં પણ સ્કૂલના સંચાલકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ હતી. સાથે દરેક સ્કૂલના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.


( વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

१२०० विद्यालयों को मिलेगी अनलिमिटेड इंटरनेट सुविधा

aapnugujarat

ધો.૧૨ સાયન્સનું મે અને ધો.૧૦નું જૂનમાં પરિણામ જાહેર થશે

aapnugujarat

લોકનિકેતન વિનયમંદિર લવાણા બાળકોએ ગાંધી કલા ઉત્સવ ૨૦૧૯માં દબદબો બનાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1