Aapnu Gujarat
ગુજરાત

નંદાસણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ મુકામે ૨૬/૧/૨૦૨૧ને મંગળવારના રોજ નંદાસણ મિશ્ર પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રગીત સાથે સલામી આપી રાષ્ટધ્વજને નંદાસણના સરપંચ ભીખાભાઇ મકવાણા દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. હાજર મહાનુભાવોમાં નંદાસણના સરપંચ ભીખાભાઇ એસ. મકવાણા, તંત્રી પત્રકાર મિડિયા ગ્રુપ તેમજ સમાગમ સમાજ મહેસાણાના ભીખાભાઇ એ. મકવાણા, પૂર્વ પંચાયત સભ્ય કાંતિભાઈ એસ. મકવાણા, પત્રકાર જિજ્ઞેશ કાપડિયા, નંદાસણ મિશ્ર પ્રાથમિક શાળાના આચાર્ય નેહાબેન એન. પટેલ, જિતેન્દ્ર એચ. પ્રજાપતિ, રંજન એચ. મોદી, રાજુબેન પી. રામી, નવીનભાઈ બી. રાવળ તેમજ આંગણવાડી કાર્યકરોમાં જસુમતી એમ. મકવાણા, ઈલા આર. સુતરીયા, રૂકસાના યુ. સૈયદ, રીના વી. રાજવંશી તેમજ ગામના નામી અનામી સૌ લોકોએ સારી એવી સંખ્યામાં હાજર રહી પ્રજાસતાકદિનની ઉજવણીને સારી રીતે શોભાવી હતી.


(તસવીર – અહેવાલ – વિડિયો :- જિજ્ઞેશ કાપડિયા, નંદાસણ)

Related posts

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મેકર ફેસ્ટ-૨૦૧૮નો પ્રારંભ

aapnugujarat

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

aapnugujarat

યુવાનો શોર્ટકટનું આકર્ષણ છોડે .. શોર્ટકટથી હાઇવે બનતા નથી : માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1