Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૨ સાયન્સનું મે અને ધો.૧૦નું જૂનમાં પરિણામ જાહેર થશે

ગુજરાતમાં કોરોનાના કારણે બોર્ડમાં અપાયેલા માસ પ્રમોશન પછી હવે આ વર્ષે યોજાયેલી સામાન્ય પરીક્ષાઓનું પરિણામ પણ મે તથા જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સના બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે સામાન્ય પ્રવાહની માત્ર ૧૦ ટકા જેટલી કામગીરી બાકી છે. ચાલુ મહિનાના અંતમાં ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડના ટાઈમ ટેબલ પ્રમાણે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા મોટાભાગે માર્ચ મહિનામાં લેવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પરીક્ષાઓ બે અઠવાડિયા પાછળ ઠેલવવામાં આવી હતી. એટલે બોર્ડની પરીક્ષા મોડી શરુ થઈ હોવાથી તેની ઉત્તરવહી મૂલ્યાંકનની પ્રક્રિયામાં પણ સમય લાગતા પરિણામ માટે મેના અંત અને જૂનના મધ્ય સુધી રાહ જાેવી પડશે.
બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની ૧૧ તારીખથી ધોરણ-૧૦ની અને ૧૩ એપ્રિલથી ધોરણ-૧૨ સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ૬૧ હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-૧૨ સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-૧૦ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ ૧૦ ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Related posts

ફી કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વનાં મામલે વાલી મંડળ દ્વારા સુપ્રીમમાં અરજી ફાઇલ કરાય તેવી વકી

aapnugujarat

સર્વ વિદ્યાલય કેમ્પસ,કડીની બી.કોમ. કોલેજ દ્વારા સ્પોર્ટસ ડેનું આયોજન

aapnugujarat

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1