Aapnu Gujarat
Uncategorized

કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકને પોતાની સાથે રાખીને સરકારશ્રીની ફોસ્ટર કેર યોજનાનો લાભ લેવા અનુરોધ

નેશનલ પોલિસી અનુસાર દરેક બાળકને કુટુંબમાં પ્રફુલ્લિત વાતાવરણમાં ખુશી, પ્રેમ અને સમજદારીપૂર્વક ઉછેરવાનો અધિકાર છે. કુટુંબ વિહોણા બાળકો કે જેમને કાળજી અને રક્ષણની જરૂરિયાત છે. તેમજ કુટુંબમાં રહેતા બાળકો માટે કે જેઓ કાળજી અને રક્ષણ આપવા માટે સક્ષમ ન હોય તેવા અનાથ, નિરાધાર અને ગરીબ બાળકોના નિભાવ માટે ખાસ પ્રકારના પાલક સંભાળ કુટુંબ અને જુથ પાલક સંભાળ અંગેના કાર્યક્રમો કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમની ગાઇડ લાઈનમાં જણાવેલ ધારાધોરણો પૂર્ણ કરતાં હોય તેવા કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પાલક સંભાળ કુટુંબ કે જુથ પાલક સંભાળનો લાભ લેનાર લાભાર્થીને માસિક રૂ.૨૦૦૦/- ની સહાય મળવા પાત્ર છે. જ્યારે રાજ્ય સરકારશ્રીની આ યોજના હેઠળ બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા ૬ થી ૧૮ વર્ષ સુધીના બાળકો, જે બાળકોના માતા-પિતા જીવલેણ બીમારીથી પીડાતા હોય અને બાળકની સંભાળ લઈ શકતા ન હોય તેવા કુટુંબના બાળકો, જે સમાજમાં રહે છે અને શારીરિક જાતિય, દુરાચાર, કુદરતી આપત્તિઓ અને ઘરેલુ હિંસાના શિકાર બનેલા વ્યક્તિના બાળકોનો આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉક્ત કેટેગીરી ધરાવતા બાળકોની સંભાળ લેનાર પાલક કુટુંબને ખર્ચ પેટે માસિક રૂ.૩૦૦૦/- મળવા પાત્ર છે અને ફિટફેસિલિટી તરીકે માન્યતા ધરાવતી સંસ્થાને બાળકની સંભાળ માટે માસિક રૂ.૩૦૦૦/- મળવાપાત્ર છે જે અનુસાર પાલક સંભાળ કુટુંબ કે કોઈ સ્વૈચ્છિક સંસ્થા જે યોગ્ય સુવિધા તરીકે જુથ પાલક સંભાળની કામગીરી કરવામાં રસ ધરાવતા હોય તેઓએ ગાઈડ લાઇનના નિયત નમૂના મુજબ અરજી કરવાની રહેશે. તેમજ નિયત થયેલ શરતોનું પાલન થયેથી બાળકની સાર સંભાળ માટે મંજૂરી આપવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરી ચૂકવણું કરવામાં આવશે તથા વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
(અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ગોગમહારાજ અને સિકોતર માતાની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ

editor

મિશેલની જેમ માલ્યા-નિરવ-ચૌકસીને પણ પાછા લવાશે, સરકાર પાઇ-પાઇ વસૂલ કરશે : જાવડેકર

aapnugujarat

રાજકોટ : એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1