Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં ખેડુતો દ્વારા મામલતદાર ઓફિસે વિરોધ પ્રદર્શન કરાયું

વર્ષ ૨૦૧૮ માં એનસી૩૭ ચાવંડથી ઉપલેટા સુધી પીવાના પાણી માટે નર્મદા બલ્ક પાઈપ લાઈનની યોજના જે ૬૦૦.૬૦.કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં ખેડૂતોની જમીન જે ૨૫ મીટર સંપાદન કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોની માંગ એવી છે કે આ યોજનામાં ૨૫ મીટર જમીન જે સંપાદન કરવામાં આવી રહી છે તે ૯ મીટર કરવામાં આવે. આ પહેલાં પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કલેકટર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી જે ખેડૂતોની માંગણી છે તે ૯ મીટરની યથાવત રહેશે. ફરીથી કલેકટર દ્વારા જમીન સંપાદનનો ૨૫ મીટરનો હુકમ આપવામાં આવ્યો છે જેને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ આ વળતર બાબતે જે કિંમત નક્કી કરવામાં આવી છે ખેડૂતોને મંજૂર નથી. આ બાબતે આજરોજ જેતપુર મામલતદાર ઓફિસ અમરનગર, ખીરસરા સહિતના પાંચ ગામના ખેડૂતોએ જે જમીન જેમની સંપાદન થઈ છે તે ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવી છે.
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા

editor

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

editor

વેરાવળ ખાતે કલા મહાકુંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1