Aapnu Gujarat
ગુજરાત

ભોટવા ગામે ૧૩ વ્યક્તિઓએ અન્ય ફળીયાના ઘરોમાં આગ લગાવી

શહેરા તાલુકાના ભોટવા ગામે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરીને મહેસાણા ખાતે રહેતા યુવક યુવતી પૈકી યુવતીનું મહેસાણા ખાતે બીમારી દરમિયાન મોત થતા યુવતીના પરિવારજનોએ હોબાળો મચાવીને હાથમાં સળગતા કાકડાઓ તેમજ લાકડીઓ લઈને યુવકના પરિવારના ઘરો તેમજ વાહનો સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. મકાનોમાં લાગેલી આગ ઓલવવા માટે શહેરા પાલિકાની ફાયરફાયટરનો બંબો પહોંચ્યો હતો. શહેરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે શહેરા પોલીસ મથકે ૧૩ જેટલા વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોટવા ગામના સંજયભાઈએ ફળિયામા રહેતી સાહેબસિંહ બારીયાની છોકરી સુનિતાની સાથે ભાગીને બે વર્ષ પહેલા લગ્ન કરેલા હતા. આ મામલે સુનિતાના પરિવારજનોએ સંજયના પરિવારજનો સામે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતીે જેના પગલે બંને પરિવાર વચ્ચે બોલચાલનો વ્યવહાર બંધ થઈ ગયો હતો. સંજય અને સુનિતા મહેસાણા રહેતા હતાં. સુનિતાનું બિમારીને કારણ મોત નિપજ્યું થયું હતું. આ મામલાની જાણ સુનિતાના પરિવારજનોને થઈ હતી જેના પગલે સુનિતાના પરિવારજનોએ સંજયના પરિવારજનોના ઘર તરફ આવીને એક પણ વસ્તુ બચવી જોઈએ નહીં તે રીતે બધુ સળગાવી દો તેમ બુમો પાડતા પાડતા ઘરને ચારે તરફથી આગ લગાવી દીધી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી ૩૭ લાખ પડાવ્યા

aapnugujarat

એસબીઆઈ દ્વારા પહેલ : શહીદ જવાનોનાં પરિવારને વીમા રકમ ઝડપથી અપાશે

aapnugujarat

ગાંધીનગરમાં અમિતશાહ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન

editor

Leave a Comment

UA-96247877-1