Aapnu Gujarat
ગુજરાત

મહિલાલક્ષી યોજનાઓની સમીક્ષા કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલ એલ. દેસાઇ

રાષ્ટ્રીય મહિલા આયોગ, નવી દિલ્હીના સભ્ય ડૉ.રાજુલબેન એલ.દેસાઇના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં મહિલાલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો સંદર્ભે થયેલ કામગીરી બાબતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.“મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સમાજની મુખ્યધારામાં લાવવાનો પ્રયત્ન કરી મહિલાઓનું કામ પણ પુરૂષોથી જરા પણ ઉતરતું નથી. મહિલાઓના કામની પણ નોંધ લેવાય તે સમયની જરૂરિયાત છે. મહિલાઓ પણ આત્મગૌરવ સાથે આગળ વધે તે માટે સરકારની ફ્લેગશીપ યોજનાઓનો વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય તે જરૂરી છે તેમ તેમણે ઉપસ્થિત અધિકારીઓને પ્રેરિત કરતાં જણાવ્યું હતું.“
મહિલાલક્ષી યોજનાઓના અમલીકરણ બાબતે માર્ગદર્શન પુરું પાડતાં તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થી લોકો સુધી પહોંચે તે માટેના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.“શ્રીમતી દેસાઇએ મહિલાઓની સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને ક્લ્યાણને લગતી તમામ યોજનાઓ અને કાર્યક્રમો તમામ મહિલાઓ અને આમ જનતા સુધી પહોંચે અને અને તેનો વધુમાં વધુ બહેનોને મહિલાલક્ષી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.“તેમણે મેન્ટલ હોસ્પિટલ ખાતે અમદાવાદ જિલ્લાની મહિલા તલાટીઓ અને મહિલા સરપંચોના અધિવેશનમાં હાજરી આપી તેમને પંચાયતી રાજમાં તેમની સશક્ત ભાગીદારી વધે તે માટે પ્રેરિત કર્યા હતાં.“આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી એઝાઝ મનસૂરી તથા જિલ્લાના વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મનિષા પ્રધાન, અમદાવાદ)

Related posts

નઝીર ઉપર ગોળીબાર કરનારો પાનેરી ઝડપાયો

aapnugujarat

रापर के रेप वीथ मर्डर के केस में आरोपी को ३० वर्ष की सजा

aapnugujarat

દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ત્રણ સ્કૂલોનાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1