Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ત્રણ સ્કૂલોનાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું

દિયોદરના ધારાસભ્ય અને એ.પી.એમ.સી.ના ચેરમેન શિવાભાઈ ભુરિયા ઘણા વર્ષોથી અન્ન લેતા નથી અને ફળફ્રુટ ઉપર પોતાનું પોષણ કરી રહ્યા છે અને સદાયે ભક્તિમય જીવન અને સાદગીના પ્રતીક સમુ જીવન જીવી રહ્યા છે. આમ તો બારે માસ શિવ આરાધના કરતાં હોય છે પરંતુ શ્રાવણ માસમાં ખાસ શિવ ભક્તિ કરીને છેલ્લે શિવ યજ્ઞ બાદ દિયોદર તાલુકાની વાતમજુના, અભેગઢ, શિવનગર શાળાઓના બાળકોને તિથિભોજન આપેલ અને બાળકો સંગાથે વિચાર ગોષ્ઠિ યોજેલી પ્રસંગે ગામના આગેવાનો ત્રણેય શાળાના સ્ટાફ એમજ આચાર્યો એમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને શિવાભાઈ ભુરિયાએ ખુદે ભાવતા ભોજન પીરસ્યા હતા જે બાદ બાળકો ધારાસભ્યની નિખાલસ, નિર્મલ અને અપનત્વને કારણે ખુશ થયા હતા. શાળા પરિવારોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યમાં ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

પાવાગઢ મહાકાલી મંદિરના શિખર અને કળશ પર સોનાનો ઢોળ ચઢાવાશે

aapnugujarat

૫ વર્ષનાં ભાઈએ બહેનને ગોળી મારી

aapnugujarat

નવા પશ્ચિમઝોન વિસ્તારો માટે ૧૩૦ કરોડની દરખાસ્ત મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1