Aapnu Gujarat
ગુજરાત

નવા પશ્ચિમઝોન વિસ્તારો માટે ૧૩૦ કરોડની દરખાસ્ત મંજુર

રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે આગામી માસમાં બે તબકકામા મતદાન યોજાવા જઈ રહ્યુ છે એ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ દ્વારા નવા પશ્ચિમઝોનના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે બધુ મળીને રૂપિયા ૧૩૦ કરોડની દરખાસ્તો એકઝાટકે મંજુર કરી દીધી છે. આ સાથે જ નવા પશ્ચિમઝોનમાં આવેલા તેમજ રોજ જે વોર્ડમાં પાણી ટેન્કરની મદદથી પુરૂ પાડવુ પડે છે એ વોર્ડ માટે એક પણ દરખાસ્ત મંજુર કરવામા આવી નથી. આ અંગેની વિગત એવી છે કે,રાજય વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા અમલી બને એ અગાઉ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૧૨ વર્ષથી સતત સત્તાસ્થાને રહેલા ભાજપના હોદ્દેદારો દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં નવા પશ્ચિમઝોનના વિવિધ વિસ્તારોમાં વસતા અંદાજે ૨૫ લાખ જેટલા નાગરિકો માટે પાણીની પાઈપલાઈન નાંખવા કે પછી નેટવર્કની કામગીરી માટે થઈને એકઝાટકે રૂપિયા ૧૩૦ કરોડની વિવિધ દરખાસ્તોને મંજુરી આપી દીધી હતી.જે વિસ્તારો માટે આ દરખાસ્તોને મંજુરી આપવામા આવી હતી તે વિસ્તારો કે જેમાં સરદાર પટેલ રીંગ રોડ આસપાસ આવેલા શિલજ,ભાડજ ,થલતેજ, સાયન્સસીટી, આંબલી, સરખેજ, ઓગણજનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આ તમામ વિસ્તારો એવા છે કે જેમનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૦માં સમાવેશ કરવામા આવ્યો હતો. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામા આવ્યાને સાત વર્ષ સુધી સત્તાવાળાઓને આ વિસ્તારોમા વસતા નાગરિકોને પીવાનુ પાણી મેળવવા પડતી મુશ્કેલી ધ્યાનમા ન આવી અને હવે ચૂંટણી સામે દેખાતાની સાથે જ  આ તમામ વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવા કે પછી નેટવર્ક માટે કરોડો રૂપિયાની દરખાસ્તો ૧૨ તેમજ ૧૯ ઓકટોબરના રોજ મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુર કરી દેવામા આવી હતી.બીજી તરફ નવા પશ્ચિમ ઝોનમાં આવેલા મકતમપુરામાં રોજ ટેન્કર દ્વારા પાણી પુૃરૂ પાડવુ પડે છે આ બાબતથી ખુદ અમદાવાદ શહેરના મેયર પણ વાકેફ હોવાછતાં આ વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલવા એક પણ દરખાસ્તને મંજુરી આપવામા આવી નથી.

Related posts

પાટીદાર ફેકટર : ભાજપે ૬, કોંગીએ ૮ પાટીદારો ઉતાર્યા

aapnugujarat

૨૨ રાજ્યોની નાબાર્ડ કચેરીના અધિકારીઓ તથા ડી.ડી.એમ.ઓ.એ મહેસાણા સ્થિત ઈ – શક્તિ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી

aapnugujarat

આશ્રમમાં ગાંજો વેચતા સાધુ પિતા-પુત્રની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1