Aapnu Gujarat
રમતગમત

ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે અંતિમ ટ્‌વેન્ટી જંગ

થિરુવંતનપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ મેદાન ખાતે આજે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. બંને ટીમો એક એક મેચ જીતી હોવાથી નિર્ણાયક ટ્‌વેન્ટી મેચ રોમાંચક બની રહે તેવી શક્યતા છે. બીજી ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડે ભારત ઉપર સરળરીતે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા. જેમાં કોલિન મુનરોએ ઝંઝાવાતી સદી ફટકારી હતી. આ અગાઉ પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ભારતે જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ભારતે શાનદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચને લઇને પણ ખુબ આશાવાદી છે. પ્રથમ મેચમાં ભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્માએ ધરખમ બેટિંગ કરી હતી. આવતીકાલની મેચમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ પ્રવાસી ન્યુઝીલેન્ડની ટીમ વિલિયમસનના નેતૃત્વમાં વાપસી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. કારણ કે બીજી ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો હતો. પ્રથમ મેચમાં ભારતે જોરદાર બેટિંગ કરીને ૨૦૦થી વધુ રનનો જુમલો ખડક્યો હતો. જીતવા માટેના ૨૦૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૯ રન બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી લાથમે સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા. જ્યારે વિલિયમસને ૨૮ રન બનાવ્યા હતા. બીજી બાજુ બીજી ટ્‌વેન્ટીમાં ન્યુઝીલેન્ડે પણ ૧૯૬ રનનો જુમલો ખડક્યો હતો જેની સામે ભારતીય ટીમ ૧૫૬ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને ધોની જ સંતોષજનક બેટિંગ કરી શક્યા હતા. બંને ટીમોમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. બંને ટીમો પહોંચી ચુક્યા બાદ જોરદાર પ્રેક્ટિસ પણ કરી રહી છે. ભારતીય ટીમનો ઉત્સાહ અભૂતપૂર્વ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડ ટીમ પણ માર્ટિન ગુપ્ટિલ, વિલિયમસન, લાથમ ઉપર મુખ્ય આધાર રાખી રહી છે. ભારતે હાલમાં રમાયેલી તમામ શ્રેણીમાં હરીફ ટીમો કારમી હાર આપી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ટીમ ક્રિકેટમાં એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી રહી છે. થિરુવંતનપુરમ મેદાન ખાતે રમાનારી મેચને લઇને ચાહકોમાં ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવાયા છે. આયોજકો દ્વારા પહેલાથી જ થિયરી કરાઈ છે. બીજી બાજુ ક્રિકેટરો જ્યાં રોકાયા છે તે હોટલોની આસપાસ મજબૂત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. સાવચેતીના પગલા લેવાયા છે.

Related posts

फाइनल में पहुंची बंगाल वॉरियर्स

aapnugujarat

ધોની જુનિયર અને સિનિયર વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરવું તે જાણે છે : બાલાજી

editor

सिडनी टेस्ट : दूसरे दिन भारत 96/2, गिल का अर्धशतक

editor

Leave a Comment

UA-96247877-1